બેંક ઓફ મહારાષ્ટ્ર ખાતેદારો માટે કનેક્ટ પ્રોગામ આગામી બે વર્ષમાં દેશભરમાં 300 બ્રાંચ ખોલાશેઃ એક્ઝિક્યુટીવ ડિરેક્ટર આશિષ પાંડે
દેશની અગ્રગણ્ય બેંક કહેવાતી બેંક ઓફ મહારાષ્ટ્ર પણ દેશના લોકોની વચ્ચે વધુ જઇ રહી છે. બેંક દ્વારા ચાલુ વર્ષ દરમ્યાન દેશના અલગ અલગ ઝોન અને સિટીમાં કસ્ટમર કનેકટેડ પ્રોગ્રામ આજે અડાજણ મધુવન સર્કલ નજીક બેંકની મુખ્ય ઓફિસર ખાતે રાખવામાં આવ્યો હતો.
બેંક ઓફ મહારાષ્ટ્રના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર આશિષ પાંડેએ પત્રકારોને જણાવ્યું હતું કે બેંક ઓફ મહારાષ્ટ્ર હાલ દેશભરના ઝોન ક્ષેત્રે તથા મુખ્ય શહેરોમાં કસ્ટમર કનેકટેડ પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યો છે. આગામી વર્ષ 2023-24 સુધીમાં દેશભરમાં 300 જેટલી શાખાઓ ખોલવામાં આવશે. આજે જ રાજ્યના વિદ્યાનગર તરીકે જાણીતા વલ્લભવિદ્યાનગર ખાતે બેંક ઓફ મહારાષ્ટ્રની બ્રાંચ ખોલવામાં આવી હતી.
બેંકનું વાર્ષિક પરિણામ ગત તા. 28 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં બેંકનો નેટ એનપીએ 0.96 ટકા છે જ્યારે ગ્રોસ એનપીએ 3.90 ટકા છે. બેંકનું પેરામીટર પણ 26 ટકા છે. દેશભરમાં કોરોના કહેર બાદ દેશની ઇકોનોમી વધવા લાગી છે. ઉદ્યોગકારો અને વેપારી વર્ગ દ્વારા પણ અલગ અલગ ડીમાન્ડ રજૂ કરવામાં આવી છે. આશિષ પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે સુરત એ કાપડ ડાયમંડ અને જ્વેલરી ક્ષેત્રે ખૂબ આગળ આવીરહ્યું છે. સુરતનું માર્કેટ પણ બેંક ઓફ મહારાષ્ટ્ર માટે મહત્વનું છે.
સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ માટે કસ્ટમર કનેકટેડ પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે. શહેરની અલગ અલગ બ્રાંચમાં ખાતેદારોને વધુ સવલત પુરી પાડવામાં આવશે. આ સાથે ખાતેદારો પાસેથી ફિડબેટ ફોર્મ પણ ભરાવવામાં આવશે જેના આધારે બેંકમાં સુધારો પણ કરવામાં આવશે. સુરતના કાપડ ઉદ્યોગ તથા ડાયમંડ ઉદ્યોગ માટે ઓછા વ્યાજદરે લોન ઉપલબ્ધ કરવામાં આવશે
બેંક ઓફ મહારાષ્ટ્ર પણ ફ્રોડ થી બચવા માટે ખાતેદારોની માહિતી કોઈને પણ આપવામાં આવતી નથી જેના કારણે બેંકના ખાતેદારો ફ્રોડથી બચી શકે છે.