એજ્યુકેશન

આકાશ+ BYJU’S એ ગુજરાતમાં વેસુ, સુરતમાં નવું ક્લાસરૂમ સેન્ટર શરૂ કર્યું

કેન્દ્રમાં ૬ વર્ગખંડો છે જેમાં ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ બેસી શકે છે

વેસુ, સુરત, ૨૪મી જૂન, ૨૦૨૨: હજારો વિદ્યાર્થીઓને ડોકટરો અને આઈઆઈટીયન બનવાનાં તેમનાં સપનાંને સાકાર કરવામાં મદદ કરવા માટે દેશના વિવિધ ભાગોમાં તેનું નેટવર્ક વિસ્તરણ કરવાના સૂત્રને આગળ ધપાવવા માટે, આકાશ+ BYJU’S, આજે પરિક્ષાની તૈયારીની સેવાઓમાં રાષ્ટ્રીય નેતા છે. તેણે વેસુ, સુરત, ગુજરાત ખાતે તેના પ્રથમ વર્ગખંડ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. નવા કેન્દ્રમાં ૬૦૦ વિદ્યાર્થીઓ માટે ૬ વર્ગખંડ હશે.

આકાશ+ BYJU’S, પ્રથમ માળ, ઈકો કોમર્સ, રાજહંસ ઝીઓન સામે, કેનાલ રોડ વેસુ, સુરત પર સ્થિત, ક્લાસરૂમ સેન્ટર મેડિકલ અને એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ફાઉન્ડેશન-સ્તરના અભ્યાસક્રમો સાથે પૂરી મદદ કરશે જે તેમને તેમની મૂળભૂત બાબતોને મજબૂત કરવા સિવાય, વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં મદદ કરશે દા.ત. ઓલિમ્પિયાડ્સ વગેરે.

સુરતમાં આકાશ+ BYJU’Sનું આ ચોથું કેન્દ્ર હશે કારણ કે કંપનીના શહેરમાં પહેલેથી જ અડાજણ, મજુરાગેટ અને વરાછામાં ત્રણ કેન્દ્રો છે. ક્લાસરૂમ સેન્ટરનું ઉદઘાટન શ્રી અમિત રાઠોડ, પ્રાદેશિક નિયામક, આકાશ+BYJU’S દ્વારા કંપનીના અન્ય અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

નવા કેન્દ્રના ઉદ્ઘાટન વિશે બોલતા, આકાશ + BYJU’Sના મેનેજિંગ ડિરેક્ટર મિસ્ટર આકાશ ચૌધરીએ કહ્યું: “વેસુ, સુરતમાં નવું ક્લાસરૂમ સેન્ટર ઓલિમ્પિયાડ્સ ક્લીયર કરવા અને ડોકટરો અને આઈ આઈ ટીઅન બનવાની તૈયારી કરતા સ્થાનિક વિદ્યાર્થીઓ માટે એક મોટું વરદાન બની રહેશે.

આજે, આકાશ+ BYJU’S તેના કેન્દ્રોના પાન-ઇન્ડિયા નેટવર્ક દ્વારા સમગ્ર દેશમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે વ્યાપકપણે જાણીતું છે. અમારી શૈક્ષણિક સામગ્રીની ગુણવત્તા અને અમારી શિક્ષણ પદ્ધતિની અસરકારકતા, જેના વિદ્યાર્થીઓની પસંદગીની સંખ્યા દ્વારા પુરાવા મળે છે, તેણે અંડરગ્રેજ્યુએટ મેડિકલ અને એન્જિનિયરિંગ અભ્યાસક્રમો માટે લાયક બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આકાશ+ BYJU’Sને ટોચની પસંદગીઓમાંની એક બનાવી છે.”

ચૌધરીએ ઉમેર્યું, “અમને સુરતમાં અમારું ચોથું કેન્દ્ર ખોલીને અને ગુજરાતમાં અમારાં પદચિહ્ન વિસ્તારીને ખૂબ જ આનંદ થાય છે. અમારા રાષ્ટ્રીય નેટવર્કમાં આ શાખાનો ઉમેરો ટેક્નોલોજી-સક્ષમ સિસ્ટમનો ઉપયોગ કરીને પ્રમાણભૂત ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સમગ્ર ભારતમાં વિદ્યાર્થીઓને શીખવા માટે અનુકૂળ વાતાવરણ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.” જે વિદ્યાર્થીઓ આકાશ+ BYJU’S માં પ્રવેશ લેવા ઈચ્છે છે તેઓ કાં તો ઇન્સ્ટન્ટ એડમિશન કમ સ્કોલરશિપ ટેસ્ટ (iACST) આપી શકે છે અથવા ANTHE (આકાશ નેશનલ ટેલેન્ટ હન્ટ પરીક્ષા) માટે નોંધણી કરાવી શકે છે.

આકાશ+ BYJU’S ખાતે ઓફર કરવામાં આવતા કાર્યક્રમો વિદ્યાર્થીઓને વિવિધ પરીક્ષાઓ માટે વ્યાપક અને સંપૂર્ણ રીતે તૈયાર કરે છે. વધુમાં, અપનાવવામાં આવેલી શિક્ષણ પદ્ધતિ વૈચારિક અને એપ્લિકેશન-આધારિત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે તેને એક બ્રાન્ડ તરીકે અલગ પાડે છે. આકાશ+ BYJU’S ના નિષ્ણાત ફેકલ્ટી આધુનિક અને ઇન્ટરેક્ટિવ શિક્ષણ પદ્ધતિઓને અનુસરે છે જે વિદ્યાર્થીઓને તેમના લક્ષ્યો હાંસલ કરવામાં મદદ કરે છે.

આકાશ+ BYJU’S નો સાબિત થયેલ સફળતાનો રેકોર્ડ, આમ, તેની અનન્ય શિક્ષણ વિતરણ પ્રણાલીને આભારી છે જે કેન્દ્રિત અને પરિણામલક્ષી શિક્ષણ પદ્ધતિ પર ભાર મૂકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button