સ્પોર્ટ્સ

જયનીલે ચિત્રાક્ષને હરાવી અપસેટ સર્જતા પોતાનું પ્રથમ ટાઈટલ જીત્યું

અરમાને બોય્ઝ અંડર-19 અને હિમાંશે બોય્ઝ અંડર-17માં ટાઈટલ જીત્યું

સુરત, 22 જૂન: સુરત જિલ્લાના ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA)ના નેજા હેઠળ સુરતની તાપ્તી વેલી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે 20 થી 23 જૂન દરમિયાન આયોજીત તાપ્તી વેલી ઈન્ટરનેશનલ સ્કૂલ 3જી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2024માં રાજકોટના આઠમી સીડ જયનીલ મેહતા બીજી સીડ ચિત્રાક્ષ ભટ્ટને 4-1થી માત આપી અપસેટ સર્જતા પુરુષ કેટેગરીમાં ટાઈટલ જીત્યું.
23 વર્ષીય જયનીલે પોતાનું પ્રથમ સ્ટેટ રેન્કિંગ ટાઈટલ જીત્યા બાદ કહ્યું કે,”હું ક્યારેય જુનિયર અને યુથ કેટેગરીમાં ટાઈટલ જીતી શક્યો નથી અને હવે પોડિયમ પર સ્ટેટ રેન્કિંગમાં ડેબ્યૂ કરવામાં સફળ થયો હોવાનો મને આનંદ છે.”
આ દરમિયાન મહિલા કેટેગરીમાં ઓલ સુરત ફાઈનલ રમાશે, ટોપ સીડ ફિલઝાહફાતેમા કાદરી અને બીજી સીડ ક્રિત્વિકા સિંહા રૉયે પોતાની સરળતાથી જીત્યા ફાઈનલ સ્થાન મેળવ્યું. કાદરીએ ભાવનગરની રિયા જયસ્વાલને 4-1થી, જ્યારે ક્રિત્વિકાએ છઠ્ઠી સીડ ગાંધીનગરની રાધાપ્રિયા ગોયલને સમાન અંતરથી હરાવી હતી.
અરવલ્લીના ત્રીજી સીડ પેડલર અરમાન શેખે 16મી સીડ ભાવનગરનાં ધ્યેય જાની સામે 4-0થી જીત હાંસલ કરી અંડર-19 બોય્ઝ ટાઈટલ પોતાનાં નામે કર્યું.
અમદાવાદનાં ચોથી સીડ હિમાંશ દહિયાએ અરવલ્લીનાં બીજી સીડ જન્મેજય પટેલને હરાવી ત્રીજું સ્થાન મેળવ્યું.
અમદાવાદનાં હિમાંશ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો અને તેણે અંડર-17 બોય્ઝ કેટેગરીની ફાઈનલમાં ટોપ સીડ અને ટાઈટલનાં પ્રબળ દાવેદાર આયુષ તન્નાને 3-1થી હરાવી ટાઈટલ પોતાના નામે કર્યું હતું. બીજી સીડ જન્મેજયે અભિલાક્ષ પટેલને હરાવી ત્રીજું સ્થાન મેળવ્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button