સુરત : પેરિસ ઓલિમ્પિક ર૦ર૪ શરૂ થઇ તા. ૧૧/૦૮/ર૦ર૪ સુધી ફાન્સના પેરીસ શહેરમાં યોજાનાર છે. ઓલિમ્પિક-ર૦ર૪ માં ર૦૬ શહેરના ૧૦,૭૧૪ ખેલાડીઓ ભાગ લેશે. જેમાં ભારતનાં કુલ રર રાજયોના ૧૧૭ ખેલાડીઓ વિવિધ રમતોમાં ભાગ લેનાર છે. જેમાં ગુજરાતના 3 ખેલાડીઓનો સમાવેશ થયેલ છે જે Bપૈકી બે ખેલાડીઓ સુરતના છે. (૧) હરમીત રાજુલ દેસાઇ અને (ર) માનવ વિકાસ ઠકકર. જે ટેબલ ટેનીસના ખેલાડીઑ છે.
રાજય સરકારસુચન અન્વયે સુરત મહાનગરપાલિકા અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત જન જાગૃતિના ભાગરૂપે સામુહિક Active Streets કાર્યક્રમમા ઓલિમ્પિક પ્રત્યે જાગૃતિ લાવવા Quiz Competition, Tug of War, Rope Jumping, Hopscotch, Street Football etc. જેવી રમતો રમાડવામાં આવનાર છે. જેના ભાગરૂપે રાંદેર ઝોનમાં અન્નપુર્ણા માતાના મંદિર પાસેના સર્વિસ રોડ ખાતે, પાલ આર.ટી.ઓ પાસે, પાલ, સુરત ખાતે તા.૦૪/૦૮/ર૦ર૪ ને રવિવારના રોજ સવારે ૭.૦૦ કલાકે Active Streets કાર્યક્રમનો કાર્યક્રમ કરવામાં આવેલ. જેમાં દંડક ધર્મેશભાઈ વાણિયાવાલા, સુરત મહાનગરપાલિકા અધિકારીઓએ હાજર રહી બાળકો અને નગરજનોનો ઉત્સાહ વધારી પ્રોત્સાહિત કર્યા હતા.
સુરત મહાનગરપાલિકા અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સંકલનમાં રહી રસ્સા ખેંચ, બેડમીંટન, ફુટબોલ, વોલીબોલ, લંગડી કૂદ, દોડદા કૂદ, બેઠી ખો વિગેરે જેવી રમતોમાં રમાડવામાં આવી હતી. જે રમતોમાં મ્યુનિ. સભ્યશ્રીઓ, સુરત મહાનગરપાલિકાના અધિકારી/ કર્મચારી, નગર પ્રાથમિક સ્કુલ તથા ખાનગી સ્કુલોના વિધ્યાર્થીઓએ, સીનીયર સીટીઝન તથા જાહેર જનતાએ ઉત્સાહ પુર્વક ભાગ લીધેલ. ટેકવેન્ડો એસીસીએશનના વિદ્યાર્થીઓ અને સ્કેટીંગના વિદ્યાર્થીઓ ધ્વારા તમામની હાજરી વચ્ચે ટેકવેન્ડો અને સ્કેટીંગનું ડેમોસ્ટ્રેશન કરવામા આવ્યુ હતું જેને હાજર તમામે તાળીઓના ગડગડાટ સાથે ટેકવેન્ડોના વિધ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
હવે પછી Active Streets કાર્યક્રમમાં ઓલિમ્પિક પ્રત્યે જાગૃતિ લાવવા Quiz Competition, Tug of War, Rope Jumping, Hopscotch, Street Football etc. જેવી રમતોમાં ખેલાડીઓ તથા જાહેર જનતાને ભાગ લેવા સુરત મહાનગરપાલિકા અપીલ કરે છે. વિવિધ ઝોન ખાતે યોજાનાર Active Streets ના આયોજનની વિગત નીચે મુજબ છે. અ.નં. તારીખ સમય ઝોનનું નામ સ્થળ ૧ ૧૦/૦૮/ર૦ર૪ સવારે ૭.૦૦ થી ૮.૦૦ કલાક સેન્ટ્રલ ઝોન ચોકબજાર ખાતે આવેલ કિલ્લાના પાર્કીગનો વિસ્તાર ર ૧૧/૦૮/ર૦ર૪ ઉધના ઝોન પંચદેવી મંદિર પાસે,ચોસઠ જોગાણી માતાના મંદિર સામે, ઉધના મગદલ્લા રોડ, ઉધના.