સ્પોર્ટ્સ

પ્રથમે ત્રીજી સીડ અરમાનને હરાવી અપસેટ સર્જ્યો

ગાંધીધામ: માઈક્રોસાઈન પ્રથમ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2024 હાલ SAG સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સિદસર ખાતે ભાવનગરમાં ચાલી રહી છે. જ્યાં વડોદરાના 14મી સીડ પ્રથમ મદલાનીએ 2 ગેમથી પાછળ રહ્યાં બાદ શાનદાર કમબેક કરતા ત્રીજી સીડ અરમાન શેખને 3-2થી હરાવી પુરુષોની ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું. એસએજી-તાપ્તિ વેલી ટેબલ ટેનિસ હાઈ પર્ફોર્મન્સ સેન્ટર(સુરત) ખાતે તાલિમ મેળવી રહેલ 19 વર્ષીય પ્રથમે પોતાની શાનદાર લય જાળવી રાખતા પોતાના શહેરનાં જ અનુભવી ખેલાડી જલય મેહતાને ક્વાર્ટર ફાઈનલમાં 3-1થી હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી કરી હતી.
સિઝનની પ્રારંભિક ટૂર્નામેન્ટ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસનાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી રહી છે. જેમાં મુખ્ય સ્પોન્સર માઈક્રોસાઈન પ્રોડક્ટ્સ છે, જ્યારે આ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સમર્થિત ટૂર્નામેન્ટ છે.
પુરુષોની ઈવેન્ટમાં ટોપ સીડ ખેલાડી અક્ષિત સાવલા પણ અમદાવાદનાં નવમી સીડ મોનિશ દેઢીયાને 3-1થી હરાવી સેમિફાઈનલમાં પ્રવેશ્યો. આ ઉપરાંત ચોથી સીડ ચિત્રાક્ષ ભટ્ટ અને બીજી સીડ સોહમ ભટ્ટાચાર્ય (બંને અમદાવાદનાં) પણ સરળ વિજય સાથે સેમિફાઈનલમાં પહોંચ્યા.
11મી સીડ સુરતના તક્ષ કોઠારીએ છઠ્ઠી સીડ દ્વિજ ભાલોડિયા (અમદાવાદ)ને અંડર-17 બોય્ઝની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં 11-7, 11-8, 11-5થી હરાવી અપસેટ સર્જ્યો. જોકે, તે વિજયી લય જાળવી ના શક્યો અને ક્વાર્ટર ફાઈનલમાં ત્રીજી સીડ અભિલાક્ષ પટેલ (અમદાવાદ) સામે હાર્યો. ટોપ સીડ ખેલાડી જન્મેજય પટેલ (અરવલ્લી), ચોથી સીડ હિમાંશ દહિયા (અમદાવાદ) અને બીજી સીડ આયુષ તન્ના (સુરત) એ પણ બોય્ઝ અંડર-17ની સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું.
જ્યારે અમદાવાદની કૌશા ભૈરપુરે મહિલા ઈવેન્ટમાં ટોપ સીડ તરીકે જ્યારે ભાવનગરની નામના જયસ્વાલ અને અમદાવાદની ઓઈશિકી જોઆરદાર અનુક્રમે બીજી અને ત્રીજી સીડ ખેલાડી તરીકે અભિયાનનો પ્રારંભ કરશે.
પરિણામોઃ
અંડર-19 બોય્ઝ ક્વાર્ટર ફાઈનલઃ અરમાન શેખ (અરવલ્લી) (1) જીત્યા વિરુદ્ધ સુમીથ નૈર(અમદાવાદ) (8) 11-6,11-1,11-5; જન્મેજય પટેલ (અરવલ્લી) (5) જીત્યા વિરુદ્ધ ધ્યેય જાની (ભાવનગર) (4) 11-9,11-9,7-11,11-9; હિમાંશ દહિયા(અમદાવાદ) (3) જીત્યા વિરુદ્ધ હર્ષવર્ધન પટેલ (અરવલ્લી) (11) 11-9,7-11,8-11,11-5,11-8; આયુષ તન્ના(સુરત) (2) જીત્યા વિરુદ્ધ અભિલાક્ષ પટેલ(અમદાવાદ) (7) 7-11,11-9,11-2,11-6.
અંડર-17 બોય્ઝ ક્વાર્ટર ફાઈનલ: જન્મેજય પટેલ (અરવલ્લી) (1) જીત્યા વિરુદ્ધ હ્રિદાન શાહ (અમદાવાદ) (8) 11-4,11-9,11-9; હિમાંશ દહિયા(અમદાવાદ) (4) જીત્યા વિરુદ્ધ જેનિલ પટેલ (અમદાવાદ) (5) 11-3,11-5,6-11,12-10; અભિલાક્ષ પટેલ(અમદાવાદ) (3) જીત્યા વિરુદ્ધ  તક્ષ કોઠારી (સુરત) (11) 11-9,11-9,11-3; આયુષ તન્ના (સુરત) (2) જીત્યા વિરુદ્ધ માલવ પંચાલ (અમદાવાદ) (7) 6-11,11-5,11-6,11-5.
પુરુષ ક્વાર્ટર ફાઈનલઃ અક્ષિત સાવલા (અમદાવાદ) (1) જીત્યા વિરુદ્ધ મોનિશ દેઢિયા (અમદાવાદ) (9) 11-8, 9-11,12-10, 11-5; ચિત્રાક્ષ ભટ્ટ (અમદાવાદ) (4) જીત્યા વિરુદ્ધ જયનીલ મેહતા (રાજકોટ) (5) 12-10, 11-8, 12-10; પ્રથમ મદલાની(બરોડા) (14) જીત્યા વિરુદ્ધ જલય મેહતા (5) (બરોડા) 11-9, 10-12, 12-10, 11-9; સોહમ ભટ્ટાચાર્ય (અમદાવાદ) (2) જીત્યા વિરુદ્ધ અયાઝ મુરાદ (સુરત) (7) 11-7, 11-7, 11-6.
પુરુષ પ્રી-ક્વાર્ટર ફાઈનલઃ પ્રથમ મદલાની (વડોદરા) જીત્યા વિરુદ્ધ અરમાન શેખ (અરવલ્લી) (3) 9-11, 4-11, 11-9, 11-8, 11-6.
મહિલા ક્વોલિફાઈંગ રાઉન્ડઃ સિદ્ધિ બલસારા (નવસારી) જીત્યા વિરુદ્ધ શિવાની દોડિયા (ભાવનગર) 11-5,10-12,11-8,11-8; ભુમી બમભાનિયા(ભાવનગર) જીત્યા વિરુદ્ધ મેહક શેઠ (વડોદરા) 7-11,5-11,11-7,11-6,11-6; પ્રસુન્ના પારેખ (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ સાચી દોશી (ભાવનગર) 11-7,11-7,11-3; ચાર્મી જાની (ભાવનગર) જીત્યા વિરુદ્ધ સાક્ષી ઠક્કર (અમદાવાદ) 5-11,11-8,11-7,11-7; ચાર્મી ત્રિવેદી (ભાવનગર) જીત્યા વિરુદ્ધ તનિષા કટરમલ (જામનગર) 11-3,11-4,11-5; જીયા ત્રિવેદી (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ પ્રતિક્ષા મકવાણા (ભાવનગર) 11-3,11-1,11-3; શાઈની ગોમ્સ (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ અવની ભટ્ટ (ભાવનગર) 11-6,11-1,11-4.
 
મહિલા સિંગલ્સ સીડઃ 1. કૌશા ભૈરાપુરે  (અમદાવાદ), 2. નામના જયસ્વાલ (ભાવનગર), 3. ઓઈશિકી જોઆરદાર (અમદાવાદ), 4. રિયા જયસ્વાલ (ભાવનગર), 5. આફરિન મુરાદ (સુરત), 6. ફ્રેનાઝ ચીપીયા (સુરત), 7. નિધી પ્રજાપતિ (અમદાવાદ), 8. અર્ની પરમાર (સુરત).

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button