સુરતસ્પોર્ટ્સ

હરમિત, માનવ અને માનુષને વર્લ્ડ ટેબલ ટેનિસ ડે પર જીએસટીટીએ દ્વારા રોકડ પુરસ્કાર દ્વારા સન્માનિત કરાયા

સુરત: ગુજરાતનાં ટોચનાં 3 ખેલાડી હરમિત દેસાઈ, માનવ ઠક્કર અને માનુષ શાહને સુરતનાં અવધ ઉટોપિયામાં 23 એપ્રિલનાં રોજ વર્લ્ડ ટેબલ ટેનિસ ડેની ઉજવણી પ્રસંગે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ) દ્વારા સન્માનિત કરાયા હતા.
ભારતનાં નંબર-1 હરમિતને શ્રેષ્ઠ પુરુષ ખેલાડીનો રોકડ પુરસ્કાર 1 લાખ રૂપિયા (2023માં પંચકુલા ખાતે સિનિયર નેશનલ જીતવા બદલ) એનાયત કરાયો. જ્યારે ભારતનાં નંબર-3 માનુષ શાહને 50 હજારનો રોકડ પુરસ્કાર એનાયત કરાયો હતો. આ સમયે ચીફ ગેસ્ટ ડૉ. કિશોર ચાવડા (વાઈસ ચાન્સલર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી), અતિથિ વિશેષ શ્રી રમેશ વઘાસિયા (પ્રમુખ, ધ સાઉથર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી), જીએસટીટીએ પ્રમુખ  પ્રમોદ ચૌધરી અને જીએસટીટીએ સેક્રેટરી  કુશલ સંગતાણી હાજર રહ્યાં હતા.
ભારતનાં નંબર-2 માનવ ઠક્કરને ઓવરઓલ શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ આપવાની સાથે 75 હજારનો રોકડ પુરસ્કાર એનાયત કરાયો. જોકે, સુરતી ખેલાડી હાલ ફ્રાન્સમાં તાલિમ મેળવી રહ્યો હોવાને કારણે તે આ કાર્યક્રમમાં હાજર રહી શક્યો નહોતો. આ ઉપરાંત રાજ્યનાં અન્ય ખેલાડીઓ જેઓ રાજ્ય, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કરતા રહ્યાં છે તેમને પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા.
આ પ્રસંગે જીએસટીટીએનાં પ્રમુખ પ્રમોદ ચૌધરીએ જણાવ્યું કે, આગામી સમયમાં ગુજરાત મોટી સંખ્યામાં ટેનિસ ટૂર્નામેન્ટની યજમાની કરશે. પ્રમોદ ચૌધરીએ કહ્યું કે,”જીએસટીટીએ દ્વારા આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય ટૂર્નામન્ટનું આયોજન કરાશે. આ ઉપરાંત અમે ટેબલ ટેનિસની લીગ- જીએસએલનું પણ આગામી સમયમાં આયોજન કરીશું. ટેબલ ટેનિસ આવનારા સમયમાં રાજ્યમાં વધુ આગળ વધશે.”
વર્લ્ડ નંબર-64 હરમિતે જીએસટીટીએની આ ઈવેન્ટ દરમિયાન કહ્યું કે,”જીએસટીટી હંમેશા ખેલાડીઓની દેખરેખ રાખે છે. આ પ્રકારની એવોર્ડ સેરેમની થકી ખેલાડીઓને આગળ વધવા પ્રેરણા મળતી રહે છે.” વડોદરાનાં માનુષ શાહે વિજેતાઓને અભિનંદન પાઠવતા કહ્યું કે,”જ્યારે તમારી મહેનતની નોંધ લેવાય એ ખરેખર શાનદાર બાબત છે.”
એવોર્ડ વિજેતાઓની યાદી-
ડીફ એન્ડ ડમ્બ આંતરરાષ્ટ્રીય મેડલિસ્ટઃ જીત પંડ્યા (અમદાવાદ), શાઇની ગોમ્સ (અમદાવાદ)
નેશનલ ચેમ્પિયન્સ(પેરા): સોનલ પટેલ (અમદાવાદ)(વિમેન્સ સિંગલ્સ ક્લાસ-3), ભાવિના પટેલ (અમદાવાદ) (વિમેન્સ સિંગલ્સ ક્લાસ-4); શિતલ દરજી (અમદાવાદ) (મહિલા સિંગલ્સ ક્લાસ-5); ભાવિકા કુકડિયા (સુરત)(વિમેન્સ સિંગલ્સ ક્લાસ-6), યઝદી ભમગરા (વલસાડ) (પુરુષ સિંગલ્સ ક્લાસ-6).
શ્રેષ્ઠ અમ્પાયરઃ નરેશ પવાર (વડોદરા)
શ્રેષ્ઠ હોપ્સ (અંડર-11) ગર્લ્સઃ વિન્સી તન્ના (સુરત)
શ્રેષ્ઠ હોપ્સ (અંડર-11) બોય્ઝઃ અંશ ખમાર (અમદાવાદ)
શ્રેષ્ઠ કેડેટ (અંડર-13) ગર્લ્સઃ દાનિયા ગોડિલ (સુરત)
શ્રેષ્ઠ કેડેટ (અંડર-13) બોય્ઝઃ જેનિલ પટેલ (અમદાવાદ)
શ્રેષ્ઠ સબ જુનિયર (અંડર-15) ગર્લ્સઃ જીયા ત્રિવેદી (અમદાવાદ)
શ્રેષ્ઠ સબ જુનિયર (અંડર-15) બોય્ઝઃ માલવ પંચાલ (અમદાવાદ)
શ્રેષ્ઠ કોચ (કેડેટ અને સબ જુનિયર): દેવેશ કારિયા (અમદાવાદ)
શ્રેષ્ઠ જુનિયર (અંડર-17) ગર્લ્સઃ મોઉબોની ચેટર્જી
શ્રેષ્ઠ  જુનિયર (અંડર-17) બોય્ઝઃ જન્મેજય પટેલ (અરવલ્લી)
શ્રેષ્ઠ જુનિયર (અંડર-19) ગર્લ્સઃ ઓઈસિકી જોઆરદાર (અમદાવાદ)
શ્રેષ્ઠ  જુનિયર (અંડર-19) બોય્ઝઃ અરમાન શેખ (અરવલ્લી)
શ્રેષ્ઠ કોચ (જુનિયર અને યુથ): જીગ્નેશ જયસ્વાલ (ભાવનગર)
શ્રેષ્ઠ વેટર્ન ખેલાડી- મહિલાઃ પ્રસુન્ના પરીખ (અમદાવાદ)
શ્રેષ્ઠ વેટર્ન ખેલાડી-પુરુષઃ વિરલ પટેલ (સુરત)
શ્રેષ્ઠ મહિલા ખેલાડીઃ રાધાપ્રિયા ગોએલ (ગાંધીનગર)
શ્રેષ્ઠ પુરુષ ખેલાડીઃ હરમિત દેસાઈ (સુરત)
શ્રેષ્ઠ કોચ (સિનિયર): વાહિદ માલુભાઈવાલા
ઓવરઓલ શ્રેષ્ઠ ખેલાડીઃ માનવ ઠક્કર (સુરત)
શ્રેષ્ઠ સ્ટેટ ટુર્નામેન્ટનું આયોજનઃ ભરુચ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન
રોકડ પુરસ્કારઃ નિધિ પ્રજાપતિ, રિયા જયસ્વાલ, ઓઈસિકી જોઆરદાર, જીયા ત્રિવેદી (યુથ ગર્લ્સ અંડર-19): દરેકને 15 હજાર રૂપિયા, તેમણે 85મી ઈન્ટર સ્ટેટ યુથ અને જુનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ, 2023 (કોલકાતા)ની ટીમ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ફ્રેનાઝ છીપિયા અને ફિલઝાહ ફાતેમા કાદરીઃ ગોવામાં 37મી નેશનલ ગેમ્સમાં મહિલા ડબલ્સમાં બ્રોન્ઝ જીતવા બદલ બંનેને 20-20 હજાર.
માનુષ શાહઃ 85મી સિનિયર નેશનલ અને ઈન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023માં પુરુષ સિંગલ્સમાં બ્રોન્ઝ જીતવા બદલ 50 હજાર.
માનવ ઠક્કરઃ ડબલ્યૂટીટી ફિડર બેરુત-I, લેબનોન ખાતે પુરુષ સિંગલ્સમાં સિલ્વર જીતવા બદલ 75 હજાર.
હરમિત દેસાઈઃ 85મી સિનિયર નેશનલ અને ઈન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023, હરિયાણામાં પુરુષ સિંગલ્સમાં ગોલ્ડ જીતવા બદલ 1 લાખ રૂપિયા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button