સુરતસ્પોર્ટ્સ

દોહા કતાર ખાતે યોજાયેલી રોબોટિક્સની ઇન્ટરનેશનલ સ્પર્ધામાં સુરતના તનય રિધાનની બાલવીર જોડી દ્વિતીય ક્રમે આવી

સુરતઃ દોહા કતાર ખાતે યોજાયેલી કોડેવરની આંતરરાષ્ટ્રીય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કોડિંગ સ્પર્ધામાં સુરતના તનય પટેલ અને રિધાન તુલસીયાનની જોડીએ વિવિધ દેશોના સ્પર્ધકો સાથે સ્પર્ધા કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે દ્વિતીય ક્રમ હાંસલ કર્યો છે.

સાત થી અઢાર વર્ષના વય જૂથના રાઉન્ડમાં આ બાર વર્ષીય જોડીએ પિક્ટોબ્લોકસનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને ટોચની પ્રતિભાઓને ટક્કર આપી હતી. પ્રા. રવિ પટેલ અને પ્રા. પારુલ પટેલનો બાર વર્ષીય પુત્ર તનય સુરતની રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તેને વાંચન અને લેગો બિલ્ડિંગનો જબરો શોખ છે. રિધાન તુલસીયાન સુરતની દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે.

રાજયકક્ષા અને રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય સ્થાન હાંસલ કરીને આ જોડીએ દોહા ખાતે યોજાયેલી કોડેવર ૬.૦ની સ્પર્ધામાં ઝળહળતી સિધ્ધિ હાંસલ કરી છે.
કોડેવરની આ રમત બાળકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયન્સ ટેક્નોલોજી, મેથેમેટિક્સ અને જનરલ નોલેજ જેવા વિષયોમાં પારંગત બનાવીને આવતી કાલના કુશળ યુવાધનનું નિર્માણ કરવામાં મહત્ત્વનું પ્રદાન કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button