અમદાવાદ

ગુજરાતની ગ્રામીણ નારીશક્તિને સ્વરોજગારથી આર્થિક આધાર આપવા GNFC અને GLPC વચ્ચે ગાંધીનગરમાં MoU

GNFC-GLPC સાથે મળીને રાજ્યમાં લીમડાના વધુ વૃક્ષો ધરાવતા અંદાજે ૧પ જિલ્લાઓમાં તાલુકા સ્તરે ‘લીમડા વન’ બનાવશે

યુરિયા ખાતરમાં ભેળસેળ અટકાવવા નીમ કોટેડ યુરિયાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનને રાજ્ય સરકારના સાહસ GNFC એ લીમડાના તેલના પટવાળું યુરિયા બનાવવા લીંબોળી એકત્રીકરણથી નીમ ઓઇલ લીમડા તેલ બનાવવાનો સફળ પ્રયોગ ર૦૧પ થી નીમ પ્રોજેક્ટ અન્વયે કર્યો છે.

રાજ્યની ગ્રામીણ મહિલાશક્તિ તથા નાના-સિમાંત ખેડૂતો અને ખેતમજૂરો લાખો લીમડાના વૃક્ષોની લીંબોળી એકત્રીકરણથી આર્થિક આધાર મેળવે છે. GNFC નીમ પ્રોજેક્ટ અંતર્ગત નીમ કોટેડ યુરિયા ઉપરાંત અન્ય હોમ અને હેલ્થકેર નીમ પ્રોડકટ્સનું પણ ઉત્પાદન કરે છે. આવી નીમ પ્રોડકટનું મહિલા સ્વસહાય જૂથો દ્વારા વેચાણ કરીને ગ્રામીણ નારીશક્તિના આર્થિક સશક્તિકરણ હેતુસર GNFC અને ગુજરાત લાઇવલી હૂડ પ્રમોશન કંપની લિ. GLPC વચ્ચે ગાંધીનગરમાં MoU સંપન્ન થયા હતા.

GNFCના એમ.ડી અને મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ  પંકજ જોષી તથા લાઇવલી હૂડ પ્રમોશન કંપની લિ. ના એમ.ડી. સુશ્રી ભાર્ગવી દવેએ આ MoU પર હસ્તાક્ષર કરી કર્યા હતા. GNFC અને GLPC વચ્ચે થયેલ આ MoU અનુસાર બેય સાહસો સાથે મળીને રાજ્યમાં લીમડાના વૃક્ષોની વધુ સંખ્યા ધરાવતા કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અંદાજે ૧પ જિલ્લાઓમાં તાલુકા સ્તરે ‘લીમડા વન’ બનાવશે.

એટલું જ નહિ, લીંબોળી એકત્રીકરણ, ખરીદ વ્યવસ્થા તથા GNFCની સાબુ, શેમ્પુ, હેન્ડવોશ, સેનિટાઇઝર જેવી ગૃહ ઉપયોગી વસ્તુઓનું સ્વસહાય જૂથો દ્વારા વેચાણ કરવામાં આવશે. GNFCના એમ.ડી  પંકજ જોષીએ આ MoU ગ્રામીણ વિકાસ અને મહિલા સશક્તિકરણની દિશામાં સુઆયોજિત નક્કર કદમ ગણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, આ MoU થવાને પરિણામે એક આયોજનબદ્ધ માળખું ઉભું થશે. સમાજ, અર્થતંત્ર અને પર્યાવરણને લાભ થવા સાથે ગ્રામીણ મહિલા સશક્તિકરણના ભૂતકાળમાં થયેલા પ્રયાસોને વધુ વેગ પણ મળીશે અને તેના દૂરોગામી દીર્ઘકાલિન પરિણામો પ્રાપ્ત થશે. આ MoU વેળાએ ગ્રામ વિકાસ સચિવ અને કમિશનર સોનલ મિશ્રા તથા GNFCના ગુજરાત સર્કલના ચીફ માર્કેટીંગ મેનેજર  પટેલ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button