અમદાવાદઃ મુંબઈની પ્રખ્યાત લીલાવતી હોસ્પિટલના પ્રમોટર્સ દ્વારા અમદાવાદ ખાતે એક નવું સાહસ લીલાવતી ક્લિનિક એન્ડ વેલનેસ, અત્યાધુનિક આરોગ્ય સંભાળ સુવિધાનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. જે વ્યાપક આરોગ્ય સંભાળ સેવાઓ દ્વારા સમુદાય ની સુખાકારી માટે તેમની વ્યક્તિગત પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ ક્લિનિક અદ્યતન તબીબી સાધનોથી સજ્જ 8000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે અને અનુભવી હેલ્થકેર પ્રોફેશનલ્સની ટીમનો સ્ટાફ ધરાવે છે, તબીબી સેવાઓ અને ડાયગ્નોસ્ટિક સાધનોની વિશાળ શ્રેણી પ્રદાન કરશે.
લીલાવતી ક્લિનિક એન્ડ વેલનેસના પ્રમોટર શ્રી પ્રશાંત મહેતાએ જણાવ્યું હતું કે, “અમદાવાદના લોકો સુધી નવી હેલ્થકેર સુવિધા લાવવા માટે અમે ઉત્સાહિત છીએ. આ પ્રકારનું ઉત્તમ હેલ્થકેર સુવિધાથી સજ્જ ક્લિનિક ગુજરાતમાં છે. અમારું લક્ષ્ય અમારા સર્વગ્રાહી કાર્યક્રમો દ્વારા સુલભ અને વિશ્વ કક્ષાની આરોગ્ય સંભાળ સેવાઓ પ્રદાન કરીને એકંદર સુખકારીને પ્રોત્સાહન આપવાની છે. અમારું મિશન દરેક માટે અદ્યતન આરોગ્ય સંભાળ સુલભ બનાવવાનું છે, અને તેમના સ્વાસ્થ્ય અને જીવન પર સકારાત્મક અસર કરીને સમુદાયની સેવા કરવા આતુર છીએ.”
આઉટ પેશન્ટ ડીપાર્ટમેન્ટ (OPD) વિભાગમાં વિવિધ વિશેષતાઓથી સજ્જ સાત અત્યાધુનિક કન્સલ્ટિંગ રૂમ છે, અને દર્દીઓ માટે વ્યાપક સંભાળ સુનિશ્ચિત કરીને સવારે 9 થી રાત્રીના 9 વાગ્યા સુધી કાર્યરત રહેશે. ક્લિનિકલ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ECG), ઇકો કાર્ડિયોગ્રામ (ECHO), સ્ટ્રેસ ટેસ્ટ (TMT), એડવાન્સ એક્સ-રે, અલ્ટ્રાસાઉન્ડ (USG) જેવી અદ્યતન ડાયગ્નોસ્ટિક સેવાઓ પૂરી પાડે છે, જેમાં ડે કેર અને માઇનોર પ્રોસિજર રૂમ સેવાઓનો પણ સમાવેશ થાય છે. કેન્દ્ર પાસે વિવિધ વય જૂથ ને અનુરૂપ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ પેકેજ પણ છે. અમે એ જાહેરાત કરતા પણ ગર્વ અનુભવીએ છીએ કે અમે ગુજરાતમાં ડેન્ટલ વિભાગ માટે સૌપ્રથમ ડેન્ટલ સપ્લાય છીએ, જે અમારા ડેન્ટલ વિભાગ ને એક સર્વગ્રાહી ક્લિનિક બનાવે છે.
શ્રી મહેતાએ જણાવ્યું હતું, કે “અમે ગુજરાતના હોવાથી, અમદાવાદમાં અમારું પ્રથમ ક્લિનિક શરૂ કર્યું છે. અમે આગામી પાંચ વર્ષમાં ભારતના મોટા શહેરોમાં આવા 50 ક્લિનિક્સ ખોલવાની યોજના બનાવી છે.”
ઇસ્કોન-આંબલી રોડ પર સ્થિત, લીલાવતી ક્લિનિક એન્ડ વેલનેસ વિવિધ આરોગ્ય સંભાળ જરૂરિયાતને પહોંચી વળવા માટે તૈયાર છે. જે નિવારક અને ઉપચારાત્મક બંને સારવાર ઓફર કરે છે. તેની સેવાઓની વ્યાપક શ્રેણી અને અદ્યતન ટેક્નોલોજી સાથે અમદાવાદમાં ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ નો પાયો બનવા તૈયાર છે.