અમદાવાદઃ હંમેશા કાંઇક નવું કરવામાં અગ્રેસર અને દેશની સૌથી મોટી ખાનગી ફાર્મા કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. રાજીવ આઇ મોદીને ગોલ્ડન ગ્લોબ ટાઈગર્સ એવોર્ડ 2024માં લાઇફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા અને નેતૃત્વને પ્રોત્સાહિત કરે છે.
આ મહિનાની શરૂઆતમાં મલેશિયામાં એક સમારોહમાં આપવામાં આવેલ પ્રતિષ્ઠિત એવોર્ડ ડૉ. મોદીની હેલ્થકેર ક્ષેત્રમાં મજબૂત સ્થિતિ દર્શાવે છે.
ડૉ મોદીના યોગદાને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં નવીનતા અને ગુણવત્તાના નવા માપદંડો સ્થાપિત કર્યા છે, જે જરૂરિયાતમંદ લોકોને જરૂરી દવાઓ પૂરી પાડવાનું સુનિશ્ચિત કરે છે. તેમના અથાક પ્રયાસોએ માત્ર ફાર્માસ્યુટિકલ ઇકોસિસ્ટમમાં જ પરિવર્તન નથી કર્યું, પરંતુ વૈશ્વિક સ્તરે હેલ્થકેર પ્રોફેશનલ્સને પણ પ્રેરણા આપી છે. તેમના દૂરંદેશી નેતૃત્વ હેઠળ કેડિલા ફાર્માસ્યુટિકલ્સ સંશોધન, વિકાસ અને વૈશ્વિક સ્તરે નોંધપાત્ર સીમાચિન્હો હાંસલ કરીને નવી ઊંચાઇઓ પર પહોંચી છે.
કેડિલા ફાર્માસ્યુટિકલ્સ ડૉ. મોદીને તેમના આ સન્માન બદલ અભિનંદન પાઠવે છે અને તેમના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ અસરકારક હેલ્થકેર સોલ્યુશન્સ આપવાનું મિશન ચાલુ રાખવા માટે ઉત્સુક છે.