અમદાવાદગુજરાતબિઝનેસ

SVPIA ને ગ્રાહકોને ઉત્કૃષ્ટ અનુભવ પ્રદાન કરવા બદલ પ્રતિષ્ઠિત સન્માન

ACI દ્વારા એરપોર્ટ લેવલ 2 થી લેવલ 3 માં અપગ્રેડ

અમદાવાદ, જૂન 6, 2024: અમદાવાદીઓને ગર્વ થાય તેવા સમાચાર છે. SVPI એરપોર્ટ હવે ACIમાં લેવલ 3 માન્યતામાં અપગ્રેડ થયું છે. SVPI એરપોર્ટેને ગ્રાહક સેવામાં શ્રેષ્ઠતા પ્રદાન કરવા બદલ છેલ્લાં પાંચ વર્ષમાં અનેકવિધ ASQ એવોર્ડ એનાયત થયા છે. ઑક્ટોબર 2022માં SVPIAને આપવામાં આવેલ લેવલ 2 થી લેવલ 3 માં અપગ્રેડ કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા બદલ આ સન્માન પ્રાપ્ત થયું છે.

એરપોર્ટ કસ્ટમર એક્સપિરિયન્સ એક્રેડિટેશન એ એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI) દ્વારા ગ્રાહકોના અનુભવ વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા વિકસાવવામાં આવેલી બહુસ્તરીય માન્યતા ધરાવતો કાર્યક્રમ છે. લેવલ 3નો દરજ્જો એરપોર્ટ કલ્ચર, ગવર્નન્સ, ઓપરેશનલ ઇમ્પ્રૂવમેન્ટ, મેઝરમેન્ટ, ગ્રાહક વ્યૂહરચના જેવા પરિમાણોના આધારે આપવામાં આવે છે.

મુસાફરોના બહેતર અનુભવ અને મુસાફરીને વધુ સરળ બનાવવા SVPI એરપોર્ટે અનેક પહેલો અમલમાં મૂકી છે. જેમાં રિટેલ અને ફૂડ કાઉન્ટર્સની સંખ્યામાં બમણો વધારો, મેડ ઈન ઈન્ડિયા રોબોટનો ઉપયોગ, ડિજી યાત્રા, સેલ્ફ બેગેજ ડ્રોપ, ઓટોમેટિક ક્લિનિંગ સિસ્ટમ અને ઈ-ગેટ્સ જેવી ટેક્નોલોજીનો સમાવેશ થાય છે.

સિટી એરપોર્ટ ટીમ મુસાફરોને વધુને વધુ સારી સેવા પ્રદાન કરવા પ્રયત્નશીલ છે. અવલોકન અને મુસાફરોની જરૂરિયાતોના આધારે, ગત વર્ષોમાં એરપોર્ટ ખાતે સંખ્યાબંધ ફેરફારો કરવામાં આવ્યા છે. ફોરકોર્ટમાં મીટ અને ગ્રીટ વિસ્તારમાં મુસાફરોના પ્રતિસાદના આધારે સુવ્યવસ્થિત પરિવહન સેવાઓ સાથે પિક અપ અને ડ્રોપ લેનનો વિકાસ કરવામાં આવ્યો છે.

SVPI એરપોર્ટ સુધારણા, વિકાસ અને વધુ સારા ગ્રાહક અનુભવની યાત્રા યથાવત્ રાખવા કાર્યરત છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button