સ્પોર્ટ્સ

સ્થાનિક ખેલાડી માનુષ મેન્સ ફાઇનલમાં પ્રવેશ્યો

વડોદરાઃ સમા ઇન્ડોર કોમ્પલેક્સ ખાતે યોજાયેલી યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં શુક્રવારે સ્થાનિક ખેલાડી તથા ભારતનો નંબર-4 ખેલાડી માનુષ શાહે અપેક્ષા મુજબ જ પ્રદર્શન કરીને  મેન્સ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

સેમિફાઇનલમાં 23 વર્ષીય માનુષે બંગાળના ઉભરતા સ્ટાર અંકુર ભટ્ટાચાર્યજીને હરાવ્યો હતો. અંકુરે અગાઉ ગુરુવારે જ અંડર-17 ટાઇટલ જીત્યું હતું.

માનુષે પ્રારંભથી જ વર્ચસ્વ જમાવી દીધું હતું અને હરીફ ખેલાડીને પાછળ રાખી દીધો હતો. તેણે 4-1થી વિજય હાંસલ કર્યો હતો. ફાઇનલમાં ડાબોડી ખેલાડી માનુષનો મુકાબલો સુધાંશુ ગ્રોવર સામે થશે જેણે અન્ય સેમિફાઇનલમાં પીએસપીબીના માનવ ઠક્કરને 4-2થી હરાવ્યો હતો.

વિમેન્સ સિંગલ્સની ફાઇનલ અર્ચના કામથ (પીએસપીબી) અને મોમિતા દાસ (આરએસપીબી) વચ્ચે રમાશે. 22 વર્ષની અર્ચનાએ સેમિફાઇનલમાં અનુશા કુટુમ્બાલેને 4-2થી હરાવી હતી તો મૌમિતાએ તેની જ સાથી ખેલાડી બી. પોયમાંગટેને હરાવી હતી.

અન્ય પરિણામોઃ

યૂથ બોયઝ (અંડર-17) ફાઇનલઃ અંકુર ભટ્ટાચાર્યજી જીત્યા વિરુદ્ધ એસ. પ્રિયેશ 4-2 (11-4,11-4,6-11,7-11,11-7,11-4); યૂથ ગર્લ્સ (અંડર-17) ફાઇનલઃ સુહાના સૈની જીત્યા વિરુદ્ધ તનિશા કોટેચા 4-0 (11-8,11-8,11-6,11-6)

મિક્સ ડબલ્સઃ સેમિફાઇનલઃ રાજ મોંડલ અને અહિકા મુખરજી જીત્યા વિરુદ્ધ રોહિત ભાંજા અને સુત્રિથા મુખરજી 3-2 (11-7,8-11,7-11,11-6,11-8); માનવ ઠક્કર અને અર્ચના કામથ જીત્યા વિરુદ્ધ એફ. સ્નેહિત અને દિયા ચિતલે 3-2 (11-8,11-7,6-11,11-13,11-0).

યૂથ બોયઝ અંડર-19 સેમિફાઇનલઃ પાયસ જૈન જીત્યા વિરુદ્ધ દિવ્યાંશ શ્રીવાસ્તવા 4-0 (11-5,11-6,12-10,11-9); જશ મોદી જીત્યા વિરુદ્ધ પ્રિયાંશુ ભટ્ટાચાર્ય 4-3 (9-11,11-8,9-11,11-6,11-13,12-10,11-5)

યૂથ ગર્લ્સ અંડર-19 સેમિફાઇનલઃ સુહાના સૈની જીત્યા વિરુદ્ધ એમ. અનારગ્યા 4-0 (11-7,11-3,11-7,11-9); યશસ્વિની ઘોરપડે જીત્યા વિરુદ્ધ તનિશા કોટેચા 4-0 (11-9,12-10,11-5,11-5).

મેન્સ સેમિફાઇનલઃ માનુષ શાહ જીત્યા વિરુદ્ધ અંકુર ભટ્ટાચાર્યજી 4-1 (11-7,11-6,11-8,10-12,11-7); સુધાંશુ ગ્રોવર જીત્યા વિરુદ્ધ  માનવ ઠક્કર 4-2 (10-12,11-7,11-6,11-6,9-11,14-12)

વિમેન્સ સેમિફાઇનલઃ અર્ચના કામથ જીત્યા વિરુદ્ધ અનુશા કુટુમ્બાલે 4-2 (5-11,8-11,14-12,11-7,11-6,11-7); મૌમિતા દાસ જીત્યા વિરુદ્ધ બી. પોયમાંગટે 4-3 (11-7,8-11,14-12,11-3,7-11,4-11,11-6).

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button