સુરતઃ શિવાજીનગર લિંબાયત સ્થિત શ્રી રામ ગણેશ ગડકરીપ્રા. કુમાર શાળા ક્રમાંક 243 એ જીલ્લા કક્ષાની ઈન્સ્પાયર એવાર્ડ માનક યોજના સ્પર્ધામાંભાગ લીધો હતો.જેમાં શાળાના બાળ વૈજ્ઞાનિક કુ. પ્રફુલ સોનાર દ્વારા બાઇક ઓટોમેટિકકવર પ્રોજેક્ટનું પ્રસ્તુતીકરણ કરવામાં આવ્યું હતુ .
બાઇકર્સને બાઇકને કવરકરવી,આખું કવર સાચવવું, કવર રોલ કરવું, કવરની ચોરી, કવર લગાવવા માટે બેકપેક લઇ જવું.જેવી સમસ્યાનેહલ કરવા માટે, એક એવું ઉપકરણ બનાવવામાં આવ્યું છે, જેમાં તમારી બાઇકનું આખું કવર એક નાનકડા બોક્સમાં લપેટીને બાઇકના પાછળનાભાગમાં બંધબેસે લગાવી શકાય છે.આ ઉપકરણમાં એન્ટી થેફ્ટ બોલ્ટ પણ લગાવવામાં આવ્યોછે.તેની ચોરી થઈ શકતી નથી.વરસાદ હોય કે સૂર્યપ્રકાશ તમે ઇચ્છો ત્યાં તમારી બાઇકનેઢાંકી શકો છો.જે પ્રોજેક્ટની 10 મું રાજ્ય કક્ષાના ઈન્સ્પાયર એવાર્ડ માનક યોજના ગણિતવિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2022-23 સ્પર્ધામાટે પસંદગી થયેલ છે.
જેઓ તા. 23-1-2023 થી 25-1-2023સુધી શ્રી એસ.એન.પટેલ વિદ્યાભારતી ટ્રસ્ટ,ઉમરાખ, તા.બારડોલી. જી.સુરત ખાતે યોજાનારવિજ્ઞાન પ્રદર્શનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતનું પ્રતિનિધિત્વ કરશે. .
શાળાના મુખ્ય શિક્ષક કિશોર વાઘતેમજ શાળા વ્યવસ્થાપન સમિતિ ના સભ્યોએ બાળ વૈજ્ઞાનિક કુ. પ્રફુલ સોનાર તેમજમાર્ગદર્શક શિક્ષક ધર્મેશ પ્રજાપતીને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.