એલ. પી. સવાણી ગ્રુપ ઑફ સ્કૂલ્સનું ધોરણ 10 અને 12 નું શ્રેષ્ઠ પરિણામ

સુરત શહેરની વિવિધ સ્કૂલોમાં આજે જાહેર થયેલા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના પરિણામોને લઇ વિદ્યાર્થીઓમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો છે. જેમાં એલ.પી. સવાણી ગૃપ ઑફ સ્કૂલ્સનું વર્ષ 2024 -25 નું ધોરણ 10 અને 12 નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે ફરી એકવાર ઉચ્ચ પરિણામ મેળવી શાળાના વિદ્યાર્થીઓનો દબદબો જોવા મળ્યો છે.
શાળાના 105 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તેમજ શાળાના 217 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આવા ઉજ્જવળ પરિણામ મેળવી સમગ્ર સુરત શહેરમાં એલ.પી .સવાણી ગ્રુપ ઑફ સ્કુલ્સના બાળકોએ ડંકો વગાડ્યો છે.
એલ. પી. સવાણી ગ્રુપ ઑફ સ્કૂલ્સ અડાજણ વિસ્તારમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે એ બદલ શાળાના ચેરમેન માવજીભાઈ સવાણી, વાઇસ ચેરમેન ડો. ધર્મેન્દ્ર સવાણી, ડિરેક્ટર પૂર્વીબેન સવાણી, તમામ સંચાલક શ્રી , તમામ આચાર્યશ્રી તેમજ શાળાના તમામ શિક્ષક મિત્રોએ વિદ્યાર્થીઓના આ ઉચ્ચ પરિણામ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.