Hyundai Motor India Limitedનો આઈપીઓ 15 ઓક્ટોબર, 2024ના રોજ ખૂલશે

સુરત–Hyundai Motor India Limited (the “Company”)મંગળવાર, 15 ઓક્ટોબર, 2024ના રોજ તેના ઇક્વિટી શેર્સના આઈપીઓ ખોલવાની દરખાસ્ત કરે છે (“Offer”). એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બિડ-ઓફર ખોલવાની તારીખ એટલે કે સોમવાર, 14 ઓક્ટોબર, 2024ના કામકાજના એક દિવસ પહેલાની રહેશે. બિડ-ઓફર બંધ થવાની તારીખ ગુરૂવાર, 17 ઓક્ટોબર, 2024 રહેશે.
ઓફરની પ્રાઇઝ બેન્ડ પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ રૂ. 1,865 થી રૂ. 1,960 નક્કી કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ 7 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 7 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે.
કંપનીના આઈપીઓમાં Hyundai Motor Company (the “Promoter Selling Shareholder”)ના 14,21,94,700 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણની ઓફર નો સમાવેશ થાય છે.
અમારી કંપનીના ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ(“BSE“) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા(“NSE”, together with BSE, the “Stock Exchanges”) પર લિસ્ટ કરવાની યોજના છે.
કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, સિટી ગ્રુપ ગ્લોબ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, એચએસબીસી સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, જેપી મોર્ગન ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”)છે.