ધર્મ દર્શન

ગોપીપુરા – પૂ. આગમોદ્ધારક શ્રી સાગરાનંદસૂરિજીની સમાધિભૂમિએ – ગુરુમંદિરમાં ‘ગુરુશક્તિ અવતરણ’ વિધાન

અષાઢ વદ 1 ગુરુવારના શુભદિને ગોપીપુરાના પૂ. આગમોદ્ધારક શ્રી સાગરાનંદસૂરિજી મ.સા. કે જેઓ સાગરજી મહારાજના હુલામણા નામથી પ્રખ્યાત છે. સુરત સાગરજીનું ગણાય છે એવી જનશ્રુતિ જૈનોમાં સૌને વિદિત છે તે ગુરુદેવની સમાધિભૂમિ પર રહેલ ગુરુમંદિર મધ્યે ‘ગુરુશક્તિ અવતરણ’નો એક અદભુત કાર્યક્રમ પૂ. આ. અશોકસાગરસૂરિશ્વરજી મ.સા.ના સાંનિધ્યમાં સંપન્ન થયો હતો.

45 આગમનો ઉદ્ધાર કરનારા આ ગુરુદેવના સુરતમાં અમાપ ઉપકારો થયા છે. સુરતના ઝવેરીઓમાં – જૈનપ્રજામાં ધર્મચેતનાને જગાડી આગમમંદિરનું પણ નિર્માણ કરાવ્યું હતું. વળી ગોપીપુરાના લીમડાના ઉપાશ્રયે 15 દિવસ ધ્યાનસ્થ દશામાં રહી સ્વર્ગે સિધાવ્યા હતા.

ગોપીપુરાનો ધર્મવારસો જળવાઈ રહે, ગુરુશક્તિ નવપલ્લવિત બને તે માટે પૂ. આ. સાગરચંદ્રસાગરસૂ. ના માર્ગદર્શન મુજબ ગુરુમંદિરે પ્રથમ ક્ષેત્રજાગરણ વિધાનનું માંત્રિક અનુષ્ઠાન – હવન સાથે કરાવ્યું હતું. નબાદ ગુરુમૂર્તિના પવિત્ર પાંચ અભિષેક, અવતરણવિધાન તથા 12500 પુષ્પાંજલિ સાથે ‘H હ્રીં ઝૌં સાગરાનંદસૂરિ સદગુરુવે નમઃ’ મંત્રજાપ કરાયો હતો.

અનેક શ્રધ્ધાળુ ભક્તો તથા સંયમી સાધુ-સાધ્વીજીની આસ્થાના કેન્દ્રસમા આ ગુરુદેવને 27,54,108 એમ અનેક પ્રદક્ષિણા સૌએ દીધી હતી. આ પ્રસંગે સુરતના વિવિધ સંઘોમાંથી આચાર્યો, પદસ્થો તથા વિશાળ સાધ્વીગણ પધાર્યો હતો. દર ગુરુવારે ગુરુમંદિરે દર્શનાર્થીને ભાતું આપવામાં આવશે. આધિ-વ્યાધિ-ઉપાધિને હરનારા, યાદશક્તિને વધારનારા આ ગુરુદેવના મંત્રજાપ શ્રદ્ધાનું સ્થાન બનેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button