સ્પોર્ટ્સ

અમદાવાદ મૂક બઘિર  નેશનલ ટીટીમાં ગુજરાતના જિતે ગોલ્ડ જીત્યો

અમદાવાદ : ઓલ ઇન્ડિયા સ્પોર્ટસ કાઉન્સિલ ઓફ ડીફના આશ્રય હેઠળ એમેરાલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ, ઇન્દોર દ્વારા યોજાયેલી આઠમી મુક બધિર સબ જુનિયર અને જુનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં શનિવારે મોખરાના ક્રમના જીત પંડ્યા (ગુજરાત)એ બંગાળના બીજા ક્રમના અભિષેક બર્મનને 3-0થી હરાવીને અંડર-16 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

અમદાવાદના 15 વર્ષીય જીત પંડ્યા આ જ કેટેગરીમાં અગાઉનો ચેમ્પિયન હતો. તેણે આ વખતે સમગ્ર ટુર્નામેન્ટમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. ક્વાર્ટર ફાઇનલમાં તેણે હરિયાણાના હર્ષિતને 3-1થી તથા સેમિફાઇનલમાં બંગાળના પ્રેયસ સહાને  3-1થી હરાવ્યો હતો.
 
ઉમંગ બધિર શિક્ષણ સંકૂલના સાતમા ધોરણના વિદ્યાર્થી જીત પંડયા હાલમાં અમદાવાદની સેંટ ઝેવિયર્સ સ્કૂલ (લોયોલા) ખાતે એન્થની ગોમ્સના હાથ નીચે તાલીમ લઈ રહ્યો છે અને ભવિષ્યમાં ભારત માટે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં રમવાનું સ્વપ્ન નિહાળી રહ્યો છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button