ધર્મ દર્શન
રામ-સીતાનું અલૌકિક ચિત્ર બનાવીને ડો હેત્વી પટેલે ભક્તિ અને કલાનો અદ્ભુત સમન્વય નું સર્જન કર્યું

દિવાળીના પર્વ થી દેવ દિવાળી સુધી ઘર આંગણે રંગોળી બનાવવાની પરંપરા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સદીઓથી ચાલી આવે છે. પરંતુ સુરત ના ડો હેત્વી પટેલ એ આ પરંપરાને પોતાની કલા અને સમર્પણથી એક નવા જ સ્તરે પહોંચાડી છે. ડો હેત્વી પટેલએ આ ભગવાન રામ અને સીતામાતા ની એવી આબેહૂબ રંગોળી તૈયાર કરી છે, જેને જોતાં જ સાક્ષાત પ્રભુના દર્શન થયાનો અનુભવ થાય છે.



