ધર્મ દર્શન

બિહાર, ઝારખંડ, ઓડિશા અને બંગાળમાં સરાક સમાજના મૂળ જૈનોના ઉત્થાન માટે જાગૃતિ અભિયાન શરૂ કરાયું

સુરત જૈન સંઘ નું વિરાટ સરાક ઉત્કર્ષ સેમીનારનું આયોજન

કલીકુંડ તીર્થ ઉદ્ધારક આચાર્ય ભગવંત  રાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજાની શુભ પ્રેરણાથી બાર વર્ષ અગાઉ શરૂ થયેલ સરાક ઉત્કર્ષ પ્રવૃત્તિને વેગ આપવા માટે આજે સુરતની ગુરુ રામ પાવન ભૂમિમાં સુરતમાં ચાતુર્માસમાં બિરાજમાન સૌ આચાર્ય ભગવંતો,ગુરુ ભગવંતો , સાધ્વીજી ભગવંતો ની શુભ નિશ્રામાં સકળ સુરત જૈન સંઘ નું વિરાટ સરાક ઉત્કર્ષ સેમીનારનું આયોજન સવારે 9:00 કલાકે કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં બહુ જ મોટી સંખ્યામાં જૈન ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા સુરતના વિવિધ જૈન અગ્રણીઓ તેમજ જૈન રત્ન  કુમારપાળભાઈ, ગૃહરાજ્યમંત્રી  હર્શભાઈ સંઘવી, સહિત અનેક જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સેમિનારને સંબોધતા ગુરુ ભગવંતોએ સરાક જાતિ જે મૂળ શ્રાવક છે તેમના ઉત્કર્ષ માટે તન મન ધનથી સૌ કોઈને જોડાઈ જવા માટે અપીલ કરી હતી અને આ અપીલને જૈન શ્રેષ્ઠી ઓએ વ્યાપક પ્રતિસાદ આપ્યો હતો અને એક વિરાટ ભંડોળ એકત્રિત થયું હતું . ત્યાંના ગામો નાં વિકાસ માટે હર્ષ ભાઇ ની અપીલ ને સૌ કોઇ એ વધાવી લીધી હતી.

સમગ્ર પ્રવૃત્તિ વર્તમાનમાં જેમની પ્રેરણાથી ચાલે છે તે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રાજેન્દ્ર સૂરીશ્વરજી મારા સાહેબના શિષ્ય રત્ન પૂજ્ય આચાર્ય ભગવાન રાજ પરમસુરીશ્વરજી મહારાજ સાહેબ ને” સરાક ઉદ્ધારક”ની પદવી આ સેમીનારમાં અર્પણ કરવામાં આવી હતી જેને ઉપસ્થિત સહુ કોઈ એ વધાવી લીધી હતી.

રાજ પરિવાર દ્વારા થયેલ આયોજનને બહુ વ્યાપક સફળતા મળી હતી અને કાર્યક્રમના અંતે સૌ કોઈ માટેસાધર્મિક ભક્તિની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી

સુરત શ્રી સંઘ નાં  સેવાંતિભાઈ શાહ એ રાજ પરીવાર વતી સૌ નો આભાર માન્યો હતો.
પશ્ચિમ બંગાળ, ઝારખંડ,બિહારમાં વસતા હજારો સરાક જાતિના જૈનોને ફરીથી જૈનત્વના મૂળ માર્ગમાં લાવવા માટે પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવામાં આવશે . આ શુભ કાર્ય માં સુરત નાં સૌ ધર્મ પ્રેમી ને જોડાવા અનુરોધ કર્યો હતો
સુરત હીરા નગરી, દીક્ષા નગરી અને હવે શાશન નાં આવા કાર્યો માં જોડાવા દ્વારા શાસન નગરી બની ગઈ એવી લોકો ની લાગણી વર્તાતી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button