એજ્યુકેશન
ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓની અનોખી સિદ્ધિ
સુરતઃ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, જહાંગીરાબાદ, સુરતમા 16મી ઑગસ્ટના રોજ, અમારા વિદ્યાર્થીઓ પાર્થી ટેલર અને પ્રિયાંશુ ટેલર એ ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ માટે અવિશ્વસનીય પડકારોનો સામનો કરી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી.
પાર્થી એ ટાટા 407 ટેમ્પો, જેનું વજન 3500 kg તેની આંગળી ઉપરથી 10 વખત પસાર કરી ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ માં અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી.
પ્રિયાંશુ ના અથાગ પ્રયત્નો સાથે, 2 મિનિટમાં 500 ટાઇલ્સ તોડી એક નવો રેકોર્ડ બનાવ્યો છે, તેના નિશ્ચય અને કઠોર મનોબળ દ્વારા નવું સોપાન હાંસિલ કર્યું છે.
શાળાના વાઇસ પ્રેસિડેન્ટ જિગ્નેશભાઈ માંગુકિયા, મેનેજિંગ ડાયરેક્ટર કિશનભાઈ માંગુકિયા, ટ્રસ્ટી ઇશ્વરભાઇ માંગુકિયા, કેમ્પસ ડાયરેક્ટર આશિષ વાઘાણી, પ્રિન્સિપાલ તૃષાર પરમાર દ્વારા વિદ્યાર્થીઓની સિધ્ધિઓ પર ગર્વ અનુભવ્યો.