નવાગામ ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો
સુરત : ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સંપુર્ણ ગુજરાતમાં તારીખ 26,27 અને 28 જૂન 2024 દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું કરવામાં આવેલ છે.તે સંદર્ભે આજે અત્રેની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં 47,66,140,146,246,247 ના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજાયો.
જેમાં કાર્યક્રમના મુખ્ય અતિથિ લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલના વરદ હસ્તે બાલવાટિકા અને ધોરણ 1 માં પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન કરવામાં આવ્યું. નવા નામાંકન થયેલ બાળકોને શુઝ,ગણવેશ,મોજા,સ્કૂલ બેગ, પાણીની બોટલ, કંપાસ,કલર, નોટબુક વગેરે આપવામાં આવ્યા. સદર કાર્યક્રમમાં શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી ભાઈદાસ પાટીલ નિરાલાબેન રાજપૂત શિક્ષણ સમિતિના સભ્ય શુભમભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો. નિરીક્ષક નુરોદીન શાહે આવકાર પ્રવચન આપ્યું.તેમજ આચાર્ય ઘનશ્યામભાઇ લાઠીયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી.