વિદ્યાર્થીઓને હર હંમેશ નવું નોલેજ આપતી ટી એમ પટેલ સ્કૂલ દ્વારા પ્લાસ્ટિક કંપનીની મુલાકાત કરાવાઈ
સ્કૂલના વિદ્યાર્થીઓ નવું જાણી અને જોઈને થયા મંત્રમુગ્ધ

સુરત: પોતાના વિદ્યાર્થીઓને હર હંમેશ કંઈક શીખવાડવા માટે કટિબદ્ધ એવી સુરતની નામાંકિત ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આ વખતે વિદ્યાર્થીઓ માટે નવો અભિગમ અને નવું નોલેજ મળે તે માટે ખાસ આયોજન હાથ ધરાયુ હતું. જેમાં વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સ્કોપ સમાન માહિતી સભર ટુરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓને એક ખાનગી કંપનની વિઝિટ કરાવાઈ હતી. જ્યાંનું ઉત્પાદન અને કામગીરી જોઈને વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ થઇ ગયા હતા.
સુરતની ટી.એમ. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગુણવત્તાવાળી પ્લાસ્ટિક ફિલ્મોના અગ્રણી ઉત્પાદક ગુજરાત પોલી ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડની મુલાકાત લીધી. આ મુલાકાતનો હેતુ વિદ્યાર્થીઓને ઉત્પાદન ઉદ્યોગ અને તેની પર્યાવરણીય અસર વિશે વ્યવહારુ સમજ પૂરી પાડવાનો હતો. વિદ્યાર્થીઓએ કાચા માલની ખરીદી, પ્રક્રિયા અને ગુણવત્તા ચકાસણી સહિત ઉત્પાદન પ્રક્રિયાનું અવલોકન કર્યું હતું.
નિષ્ણાતોએ રિસાયક્લિંગ અને પર્યાવરણને અનુકૂળ ટેક્નિક અને સસટેઈનએબલ એકમ તરીકે કામગીરી કઈ રીતે થાય છે તેની પહેલ પર ભાર મૂકતા ઉપયોગમાં લેવાતી અદ્યતન મશીનરી અને તકનીકો સમજાવી. આ વ્યવહારુ અનુભવે વર્ગખંડમાં શિક્ષણને જીવંત બનાવ્યું. આ મુલાકાતથી વિદ્યાર્થીઓની ઔદ્યોગિક કામગીરી, ટકાઉ ઉત્પાદન અને ટીમવર્કની સમજમાં વધારો થયો. તેઓએ નવીનતા અને પર્યાવરણીય જવાબદારી પ્રત્યે ઊંડી સમજણ વિકસાવી, તેમને સાયન્સ અને ટેક્નોલોજી માં ભવિષ્યની કારકિર્દીની આકાંક્ષાઓ માટે તૈયાર કરવાનું આયોજન હાથ ધરાયુ હતું .