બિઝનેસ

બાંગ્લાદેશમાં સુરતથી એથનીક વેર એકસપોર્ટ કરવા માટે વિશાળ તક

મેન મેઇડ ફેબ્રિક, યાર્ન, લીનન અને ડેનીમની પણ બાંગ્લાદેશમાં ભારે ડિમાન્ડ છે : બિન્ટી જહાન

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. ૧૮ ઓગષ્ટ, ર૦રર ના રોજ સાંજે પઃ૩૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ ઇન બાંગ્લાદેશ’ વિષય પર સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાંગ્લાદેશના નઝબી ગૃપના ચેરપર્સન તથા બ્લ્યુ સોલ્યુશન્સ લિમિટેડના મેનેજિંગ ડાયરેકટર બિન્ટી જહાને બાંગ્લાદેશમાં ટેકસટાઇલ, ફાર્માસ્યુટીકલ, ફૂડ પ્રોસેસિંગ, ઓટો મોબાઇલ્સ, કેમિકલ તથા જ્વેલરી ક્ષેત્રે ખૂબ જ મોટી તકો હોવાનું જણાવી ઉદ્યોગકારોને માર્ગદર્શન આપ્યું હતું.

બિન્ટી જહાને જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં ટેકસટાઇલ, ફાર્માસ્યુટીકલ, ફૂડ પ્રોસેસિંગ, ઓટો મોબાઇલ્સ, કેમિકલ તથા જ્વેલરી માટે ખૂબ જ મોટું માર્કેટ છે. સુરતની મોટા ભાગની પ્રોડકટ બાંગ્લાદેશમાં આવે છે પરંતુ એ વાયા કોલકાતા વિગેરે થઇને આવે છે. આથી સુરતના ઉદ્યોગકારોને આ વિવિધ ક્ષેત્રે પ્રોડકટ ડાયરેકટ બાંગ્લાદેશ ખાતે એકસપોર્ટ કરવા માટે ખૂબ જ મોટી તકો છે. બાંગ્લાદેશના બાયર્સ પણ ડાયરેકટ સુરતથી પ્રોડકટ ખરીદવા માટે પણ તૈયાર છે. ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી આ બાબત શકય પણ છે.

બાંગ્લાદેશ દર વર્ષે ટેકસટાઇલ ક્ષેત્રે ઇન્ડિયન એથનીક વેરમાં ૭ બિલિયન યુએસ ડોલરનું ઇમ્પોર્ટ કરે છે. સુરતમાં ઇન્ડિયન એથનીક વેરમાં જે ટ્રેડીશન છે તે જ ટ્રેડીશન બાંગ્લાદેશમાં પણ છે. આથી સુરતથી એથનીક વેરનું એકસપોર્ટ કરવા માટે ખૂબ જ વિશાળ તક છે. બાંગ્લાદેશમાં મેન મેઇડ ફેબ્રિક, યાર્ન, કોટન યાર્ન તથા લીનન અને ડેનીમની પણ ભારે ડિમાન્ડ છે. ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો ડાયરેકટ બાંગ્લાદેશ એકસપોર્ટ કરી શકે તે માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે તેમણે તૈયારી દર્શાવી હતી.

સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને બાંગ્લાદેશમાં કોઇ બિઝનેસ શરૂ કરવો હોય અથવા તો સુરતથી પ્રોડકટ એકસપોર્ટ કરવી હોય તો તેના માટે બિન્ટી જહાને માનદ્‌ સેવા આપવાની તૈયારી દર્શાવી હતી. આથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તેમને લેખિતમાં સ્વીકૃતિ આપી તેમનો આભાર માનવામાં આવ્યો હતો.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સેશનમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરના ગૃપ ચેરમેન અમિષ શાહે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બરની કોન્સ્યુલેટ લાયઝન/ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશન કમિટીના ચેરમેન હર્ષલ ભગતે સેશનનું સમગ્ર સંચાલન કર્યું હતું. અંતે ચેમ્બરના માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયાએ સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button