25 વર્ષ થતાં ભાગળ ખાતે પ્રથમ વખત 1.25 લાખની સિલ્વર જ્યુબિલી મટકી ફોડવાનુ આયોજન
ભાગળ ચાર રસ્તા ખાતે દર વર્ષની જેમ આ 25માં વર્ષે પણ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે તારીખ 19-08-2022ને શુક્રવારના રોજ સાંજે 4:00 કલાકે ભાગળ ચાર રસ્તા ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ સી.આર.પાટીલ ના અધ્યક્ષ સ્થાને મટકી ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સુરત શહેરમાં ભાગળ ચાર રસ્તા ખાતે દર વર્ષે દહીંહાંડી (મટકીફોડ)નો કાર્યક્રમ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાય છે,પણ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે મટકીફોડ કાર્યક્રમ ઉજવાયો ન હતો,
૧૯ ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનો તહેવાર યોજાનાર છે ત્યારે આ વર્ષે સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિને ૨૫ વર્ષ પૂર્ણ થનાર છે તેમજ આ વર્ષે ગોવિંદા મંડળોની સંખ્યામાં પણ વધારો થયો છે જે કાર્યક્રમને નિહાળવા માટે સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા જાહેરજનતાને વિશેષ આમંત્રણ આપવામાં આવે છે,
સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના સભ્યો તેમજ ગોવિંદા મંડળોની રવિવારે મળેલી બેઠકમાં જન્માષ્ટમીની ઉજવણીને લઇ વિચાર મંથન થયું હતું જેમાં ૧૯ ઓગસ્ટના રોજ જન્માષ્ટમી નિમિત્તે ભાગળ ચારરસ્તા ખાતે પહેલીવાર 1.25 લાખ રૂપિયાની મટકી ફોડવાનું નિર્ધારીત કરાયું છે.
સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ સાવંતના જણાવ્યા મુજબ આ વર્ષે ગોવિંદા ઉત્સવ સમિતિને 25 વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલ દ્વારા રૂપિયા એક લાખનું ઈનામ જાહેર કરવામાં આવેલ છે તેમજ નિલેશ રિયલ એસ્ટેટના નિલેશભાઈ જાદવ દ્વારા 12551 અને રાજ ઇવેંટ્સના રાજભાઈ રણપિસે દ્વારા પણ 12551 નું રોકડ ઇનામ જાહેર કરવામાં આવ્યું છે .જેથી સિલ્વર જ્યુબિલી મટકીનું ટોટલ રોકડ ઇનામ 1.25 લાખ રાખવામાં આવેલ છે.
જે ગોવિંદા મંડળ વધારે પિરામિડ મારશે તે પ્રમાણે 1.25 લાખની મટકી ફોડવાની તક આપવામાં આવશે તેમાં અંદાજે 8 પિરામિડ બનશે અને મટકી 40 ફુટ ઊંચી હશે… આ વર્ષે ભાગળ ચાર રસ્તા ખાતે 4 મટકી ફોડવામાં આવનાર છે જેમાં અંબાજી રોડનું જય ભવાની મહિલા મંડળ દ્વારા પ્રથમ મટકી ફોડવામાં આવશે.જેઓને પણ 11,000નું રોકડ તેમજ ટ્રોફી આપવામાં આવશે.
સુરત શહેર ભાગળ ચાર રસ્તા ખાતેની મુખ્ય મટકી ફોડવાનો લ્હાવો લાલ દરવાજા વિસ્તારના શ્રી લાલ દરવાજા બાળ મિત્ર મંડળને ફાળે ગયો છે, જેઓને 11,000નું રોકડ ઇનામ* તથા ટ્રોફી આપવામાં આવશે. જેમાં સંયોજક તરીકે અડાજણ વિસ્તારનું બાળગણેશ યુવક મંડળ જોડાશે જેઓને 5,100 રૂપિયાનું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે. આ વર્ષે જય ભવાની સ્પોર્ટ્સ ક્લબને 50 વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે દરેક ગોવિંદા મંડળના સર્વ સંમતિથી એમને એક વિશેષ મટકી ફોડવા માટે આપવામાં આવનાર છે,જેઓને *11,000 રૂપિયાનું રોકડ ઇનામ* તથા ટ્રોફી આપવામાં આવશે.
વધુમાં ગણેશભાઈ સાવંતે ઉમેર્યું હતું કે અત્યાર સુધી 128 ગોવિંદામંડળોએ ફોર્મ ભર્યા હતા જ્યારે ગત વર્ષ કરતા આ વર્ષે 13 ગોવિંદા મંડળો નો વધારો થયો છે જેથી હમણાં સુધી 141 ગોવિંદા મંડળ નોંધાયા છે, આ કાર્યક્રમના અતિથિવિશેષ તરીકે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ, ગૃહમંત્રી શ્રી, સુરત શહેરના મેયરશ્રી,સાંસદ શ્રી, સુરત મહાનગર પાલિકાના સભ્ય શ્રી ,ભાજપના ધારાસભ્યોશ્રી, પ્રમુખશ્રી, મહામંત્રી શ્રી, નગરસેવકો શ્રી તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
ગોવિંદા ઉત્સવ સમિતિના અગ્રણીઓ દીપક કદમ , અશોક દુધાણે , બાલકૃષ્ણ ચૌહાણ, જયેશ ઘોઘરેકર, લક્ષ્મણ ડીગે, ચંદ્રકાંત નિમ્બાલકર,શૈલેષ પવાર,રાજ રણપીસે,દિપક શિંદે ,સંતોષ કદમ, બાપુ લાંબર, મહેશ પાનસરે અને હરીશ પગારે ,રમેશ ધુમાલ,કમલાકાર મોરે તેમજ નલીની શેડગે,કામિની કદમ, જયા સાવંત,પ્રેરણા શિંદે,શીતલ કદમ તેમજ અન્ય સમિતિના અન્ય તમામ હોદ્દેદારોએ સમગ્ર કાર્યક્રમની વિશેષ વ્યવસ્થા ગોઠવી છે .