મહાવીરસ્વામી ભગવાનના ૨૬૨૨ જન્મ કલ્યાણક ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
જન્મ કલ્યાણક દિવસ નિમિત્તે તૈયારીઓ શરૂ
સુરત : ગોપીપુરા તીર્થ ભૂમિ ખાતે શ્રી મહાવીર અન્નક્ષેત્ર અને શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ટ્રસ્ટ-સુરત દ્વારા ચરમ તીર્થંકર, શાસનપતિ પ્રભુ મહાવીરસ્વામી ભગવાનના ૨૬૨૨ જન્મ કલ્યાણક ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ૨૧ એપ્રિલ રવિવારે ૨૬૨૨ મો જન્મ કલ્યાણક દિવસ નિમિત્તે તૈયારીઓ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને ભાગ રૂપે 15000 થી બુંદિના લાડવા દ્વારા મોઢું મીઠું કરવાનું વિરાટ આયોજન સાથે ગોપીપુરામાં વસતા ઘર ઘર પર આસોપાલવના તોરણો માટીના દિવડાથી રોશની કરાશે તેમજ ગોપીપુરા માર્ગ ઉપર મહાવીરસ્વામી ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાશે સાથે સર્વે સમાજ ની ઉપસ્થિત રહેશે
તારીખ 21/4/24 રવિવાર (પ્રભુ વીર જન્મ કલ્યાણક દિન) :: સમય :: સવારે 9 કલાકે યોજાશે મારા પ્રભુનો જન્મ થયો…આનંદ બધે છવાયો. આ સમગ્ર કાર્યક્રમ ના પ્રેરણાપ્રાપ્ત થઈ છે એવા યુગપ્રધાન આચાર્યસમ પંન્યાસ શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા.ના શિષ્યરત્ન આચાર્યશ્રી મેઘદર્શનસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન પંન્યાસ શ્રી કિર્તિઘોસવિજયજી મ.સા.