એજ્યુકેશન
અર્ચના વિદ્યા નિકેતનમા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ
વિદ્યાર્થીઓ, શિક્ષકોની સાથે વાલીઓ પણ બન્યા યોગમય
સુરતઃ કમલ પાર્ક વરાછા સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળા દ્વારા ૯માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના તમામ વિદ્યાર્થિઓ, શિક્ષકો વાલીશ્રીઓએ ભાગ લીધો હતો. શાળાના યોગ ગુરુ સંજય મોરે દ્વારા પ્રોટોકોલ પ્રમાણે યોગ સાધના કરાવી જીવનમાં યોગનું મહત્વ તેમજ યોગના ફાયદાઓ અંગે તમામને જાગૃત કર્યા હતા.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાનું યોગની કૃતિ પણ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરસ્વતી સહાય બાલિકા યોજનાના પ્રથમ દાતા શ્રીમતી જાનકીબેન અદિયેશ, શાળાના ટ્રસ્ટીશ્રી ધીરજલાલ પરડવા, નિયામકશ્રી ચંદુભાઈ ભાલીયા, આચાર્યશ્રી ડૉ રજીતા થુમ્મા તેમજ સમગ્ર શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.