બિઝનેસસુરત

વારી એનર્જીસે ચીખલીમાં ભારતના સૌથી મોટા અદ્યતન સોલર સેલ ઉત્પાદન એકમ ખાતે વાણિજ્યિક ઉત્પાદન શરૂ કર્યું

સુરત : ભારતના સૌથી મોટા સોલર પીવી મોડ્યુલ ઉત્પાદક વારી એનર્જીસ લિમિટેડે ગુજરાતમાં ચીખલી ખાતે તેની 1.4 ગીગાવોટ મોનોક્રિસ્ટલાઇન પીઇઆરસી (મોનો પીઇઆરસી)ના વાણિજ્યિક ઉત્પાદનની ગૌરવભેર જાહેરાત કરી છે. તે ભારતના સૌથી મોટા સોલર સેલ ઉત્પાદન એકમમાં પ્રથમ તબક્કાની કામગીરી છે, જેની કુલ આયોજિત ક્ષમતા 5.4 ગીગાવોટ છે, જેમાં 4 ગીગાવોટ ઉચ્ચ-કાર્યક્ષમ ટોપકોમ સોલર સેલ સામેલ છે, જે આગામી તબક્કામાં કાર્યરત થશે.

અત્યાધુનિક ઉત્પાદન ટેક્નોલોજીથી સજ્જ 1.4 ગીગાવોટ મોનો પીઇઆરસી પ્રોડક્શન લાઇનની દૈનિક અંદાજે 448,800 સોલર સેલના ઉત્પાદનની ક્ષમતા છે. સ્વદેશી ઉત્પાદનને મજબૂત કરતાં આ સુવિધા આયાત નિર્ભરતા ઘટાડવા, વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વધઘટ વચ્ચે ખર્ચ સ્થિર કરવા તથા ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય સોલર માર્કેટ્સને સેવા પ્રદાન કરવાની વારીની કટીબદ્ધતા દર્શાવે છે. ચીખલી ખાતે ઉત્પાદિત ઉચ્ચ-કાર્યક્ષમ સોલર સેલ ભારતના મહાત્વાકાંક્ષી રિન્યૂએબલ એનર્જી લક્ષ્યોને સપોર્ટ કરશે તથા ઊર્જા ઉત્પાદકો અને ઉદ્યોગો બંને માટે અદ્યતન સોલર ટેકનોલોજીનો વિશ્વસનીય પુરવઠો સુનિશ્ચિત કરશે.

આ સીમાચિહ્ન વિશે પ્રતિક્રિયા આપતાં વારી એનર્જીસ લિમિટેડના હોલ-ટાઇમ ડિરેક્ટર અને સીઇઓ ડો. અમિત પૈથનકરે કહ્યું હતું કે, “અમારી 1.4 ગીગાવોટ મોનો પીઇઆરસી સોલર સેલ સાઇન ખાતે વાણિજ્યિક ઉત્પાદનનો પ્રારંભ આત્મ-નિર્ભર સોલર ઇકોસિસ્ટમની રચના કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આ સુવિધા સરકારના મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પહેલને સુસંગત છે, જે ભારતની ઊર્જા આત્મનિર્ભરતાને મજબૂત કરે છે. રિસર્ચ-સંચાલિત ઇનોવેશન સાથે અદ્યતન ઉત્પાદનને એકીકૃત કરતાં અમે માત્ર સોલર સેલનું જ ઉત્પાદન નથી કરતાં, પરંતુ ભારતના સ્વચ્છ ઊર્જા ટ્રાન્ઝિશનના ભાવિને પણ દિશા આપી રહ્યાં છીએ, અર્થતંત્રને મજબૂત કરી રહ્યાં છીએ તથા ટકાઉપણાને બળ આપી રહ્યાં છીએ.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button