સ્પોર્ટ્સ

ઇજિપ્તમાં વિવાન દવેને સિલ્વર મેડલ

ગાંધીધામ, નવેમ્બર 1 : સુરતના ખેલાડી વિવાન દવેએ તાજેતરમાં ઇજિપ્ના કૈરો ખાતેના કૈરો સ્ટેડિયમ  ઇનડોર હોલમાં યોજાયેલી ડબલ્યુટીટી યૂથ કન્ટેન્ડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અંડર-11 બોયઝ કેટેગરીમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
 
પાંચમા ક્રમના ભારતીય ખેલાડી વિવાન દવેને પ્રારંભિક રાઉન્ડમાં ખાસ પડકારનો સામનો કરવ પડ્યો ન હતો અને તેણે આસાનીથી સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.  અંતિમ ચાર મુકાબલામાં જોકે 11 વર્ષના વિવાને થોડી  મહેનત કરવી પડી હતી. જ્યાં તેણે લેબેનોનના માઇકલ અબી નાદેરને 3-1 (14-12, 11-5, 7-11, 13-11)થી હરાવીને પોતાનો મેડલ નિશ્ચિત કરી દીધો હતો.
 
ફાઇનલ મુકાબલામાં નાઇજીરિયાના મેથ્યુ કુટી સામે વિવાનનો 3-1 (7-11, 11-7, 6-11, 6-11)થી પરાજય થયો હતો. આ સાથે તે આ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતનારો ગુજરાતનો ત્રીજો ખેલાડી બન્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button