સુરત
નવો પૂર્વ ઝોન સરથાણા માં મોટા વરાછા ખાતે નવું સિવિક સેન્ટર શરૂ
સુરત, નવો પૂર્વ ઝોન સરથાણા માં મોટા વરાછા ખાતે નવું સિવિક સેન્ટર દિનેશભાઈ જોધાણી ના વરદ હસ્તે આજે ૧ -૧૧ -૨૦૨૨ ના રોજ શરૂ કરવામાં આવેલ છે.
નવા સિવિક સેન્ટરના કારણે નવા સમાવિષ્ટક ગામો ગોથાણ, કોસાડ, ઉત્રાણ વિગેરે તેમજ મોટા વરાછાની જનતાને અત્રેની ઝોન ઓફિસ સુધી વેરો ભરવા, ફોર્મ વિતરણ, જન્મ અને મરણની અરજીનો સ્વીકાર તથા આધારકાર્ડ ને લગતી સેવાઓ વિગરે માટે ઝોન સુધી આવવાની જરૂરત રહેશે નહીં.
નવા સિવિક સેન્ટરના કારણે જનતાની સમયની પણ બચત થશે. નવા સિવિક સેન્ટર ખાતે મોટા વરાછા તેમજ તેની આજુબાજુના સુરત મહાનગરપાલિકા સમાવિષ્ટ વિસ્તારના નાગરિકો મોટા વરાછા ખાતે શરૂ થયેલ નવા સિવિક સેન્ટરના લાભ લઈ શકશે.