NAAC દ્વારા માન્યતા પ્રાપ્ત કરનાર દેશની પ્રથમ અને એકમાત્ર વડોદરાની સ્કિલ્સ યુનિવર્સિટી
ટીમલીઝ સ્કિલ્સ યુનિવર્સિટીના સહયોગથી બેરોજગારી દર ઘટાડામાં મદદ
વડોદરા : ગુજરાતમાં સ્કિલ આધારિત શિક્ષણ આપતી અને યુવાનોને વધુ રોજગારી મળી રહે સાથે ઝડપથી વિકાસ પામતા ગુજરાતના ઉત્પાદન સેવા અને અન્ય ક્ષેત્રોમાં ઉચ્ચ ગુણવત્તા સાથે માનવ સંશોધન પૂરા પાડવા માટે એક માત્ર યુનિવર્સિટી ટીમલીઝ સ્કિલ્સ યુનિવર્સિટી કાર્યરત છે.
રોજગારી સર્જન અને સ્કિલ ડેવલપમેન્ટ માટે આ યુનિવર્સિટીએ અત્યંત ટુંકાગાળામાં દેશ-વિદેશમાં પ્રસિધ્ધી મેળવી છે. તાજેતરમાં આ યુનિવર્સિટીને NAAC દ્વારા માન્યતા પ્રાપ્ત કરનાર દેશની પ્રથમ અને એકમાત્ર સ્કિલ્સ યુનિવર્સિટી તરીકે અને રાજ્યની સૌ પ્રથમ યુનિવર્સિટી તરીકેનો દરજ્જો એનાયત કરવામાં આવ્યો છે.
નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિએશન કાઉન્સિલ (NAAC) સંસ્થાની ‘ગુણવત્તાની સ્થિતિ’ની સમજ મેળવવા માટે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ (HEI) જેવી કે કોલેજો, યુનિવર્સિટીઓ અથવા અન્ય માન્યતા પ્રાપ્ત સંસ્થાઓનું મૂલ્યાંકન અને માન્યતાનું સંચાલન કરે છે. NAAC શૈક્ષણિક પ્રક્રિયાઓ અને પરિણામો, અભ્યાસક્રમ કવરેજ, અધ્યાપન-શિક્ષણ પ્રક્રિયાઓ, ફેકલ્ટી, સંશોધન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ સંસાધનો, સંસ્થા, નાણાકીય સુખાકારી અને તેની કામગીરીના સંદર્ભમાં ગુણવત્તાના ધોરણો સાથે સુસંગતતા માટે સંસ્થાઓનું મૂલ્યાંકન કરે છે.
નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિએશન કાઉન્સિલ (NAAC)ની સ્થાપના યુજીસી દ્વારા સપ્ટેમ્બર 1994માં બેંગ્લોર ખાતે દેશમાં યુનિવર્સિટીઓ અને કોલેજોની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે કરવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા દર પાંચ વર્ષે સર્ટિફિકેટ (માન્યતા) આપવામાં આવે છે.
ટીમલીઝ સ્કિલ્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. ડૉ. અવની ઉમટએ જણાવ્યુ હતું કે NAAC દ્વારા માન્યતા પ્રાપ્ત કરવી તે સરળ વાત નથી. અનેક ધોરણો તથા ઉચ્ચ કેટેગરીમાંથી પસાર થવું પડે છે જે વડોદરાની ટીમલીઝ યુનિવર્સિટીએ સિધ્ધ કરી બતાવ્યું છે. વધુને વધુ યુવાનોને રોજગારી મળી રહે તે માટે રોજગારલક્ષી અભ્યાસક્રમો કાર્યાન્વિત કર્યા છે અને તેના દ્વારા વધુ ને વધુ યુવાનોને રોજગારી પૂરી પડાઇ રહી છે. ગુજરાતનો તમામ ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. ઔઘોગિક મૂડી રોકાણો વધતાં જાય છે અને નવી કંપનીઓ, ઉઘોગો, એકમો શરૂ થઇ રહયાં છે.
આ ઉઘોગોને એકમોને જરૂર હોય તેવા અને ઉચ્ચ રોજગાર આપતા સ્કિલ આધારિત શૈક્ષણિક અભ્યાસક્રમો શરૂ કરીને વધુને વધુ યુવાનોને રોજગારી મળી રહે તેવા આશયથી ટીમલીઝ સિકલ્સ યુનિવર્સિટી અભ્યાસક્રમમાં ઉમેરો કરી રહી છે. ગુજરાતમાં બેરોજગારી દર અન્ય રાજ્યોની તુલનાએ ઓછો છે તેનું મુખ્ય કારણ ગુજરાતમાં સ્કિલ્સ ડેવલપમેન્ટ સંસ્થાઓ કાર્યરત છે.