HCL એ જાપાનની ટેક્નોલોજી દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ એલર્જી ટેસ્ટ શરૂ કર્યા
સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વખત ઓનલાઇન ટેસ્ટ અને કન્સલટેશન સુવિધા ઉપલબ્ધ
સુરત : દાયકાઓથી જીવનશૈલીમાં સતત બદલાવ આવી રહ્યો છે. હેલ્થ પ્રત્યે લોકોમાં જાગૃતત્તા વધી રહી છે જેના પરિણામે અત્યારે થઇ રહેલા રોગોમાં સૌથી મહત્વનો મુદ્દો એલર્જીનો છે. દેશભરમાં સરેરાશ 10-25 ટકાથી વધુ લોકો અલગ-અલગ પ્રકારની એલર્જીથી પીડાઇ રહ્યાં છે. આવા સમયે એલર્જીની યોગ્ય તપાસ થાય અને તેનું સચોટ નિદાન કરવામાં આવે તો તેને કાયમી માટે ઉપચાર લાવી શકાય છે.
આ મુદ્દે એચસીએલ (હેલ્થકેર રેફરન્સ લેબોરેટરિઝ) દ્વારા જાપાનની ટેક્નોલોજીની મદદથી સૌ પ્રથમ તમામ પ્રકારના એલર્જીની યોગ્ય તપાસ થાય તે મુદ્દે લેબોરેટરી ટેસ્ટની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં ખાસકરીને સુરત માં આ એક માત્ર લેબોરેટરીઝ છે જે તમામ પ્રકારના એલર્જીના ટેસ્ટ કરી શકે છે.
હેલ્થકેર લેબોરેટરી (HCL) અને ડોક્ટર મોદી એલર્જી અને ચેસ્ટ ક્લિનિક લોન્ચ કરી રહ્યાં છે એક અત્યાધુનિક માઇક્રોએરે આધારિત મલ્ટીપ્લેક્સ એલર્જી ટેસ્ટ જે અત્યંત સેન્સિટિવ એલર્જીની ટેસ્ટ છે. જાપાન સ્થિત તોષો કંપની દ્વારા એલર્જી એક્સપ્લોર-2 એ ઇન વિટ્રો મલ્ટિપ્લેક્સ એલર્જી ટેસ્ટ છે જે કુલ IGE( ટોટલ IGE) અને લગભગ 300 વિવિધ એન્ટિજેન સામે સ્પેસિફિક એન્ટિબોડીઝ એલર્જીને શોધી, દર્દીના બ્લડના સેમ્પલમાંથી એક જ રનમાં રિપોર્ટ આપે છે.
દેશભરમાં જાપાનની ટેક્નોલોજી ધરાવતી એલર્જી ટેસ્ટીંગમાં માત્ર 10 જ મશીનરી છે જેમાં ગુજરાતમાં પ્રથમ વખત સુરત ખાતે ટેસ્ટ થઇ શકશે. એચસીએલ દ્વારા આગામી સમયમાં નવસારી, બારડોલી, વ્યારા, ઓલપાડ તથા અંકલેશ્વરના વિસ્તારોને પણ આવરી લેવાશે તેવું ડો.મોદીએ જણાવ્યું હતું.
વધુમાં તેઓએ ઉમેર્યું કે સમગ્ર ગુજરાતમાં ઓનલાઇન માધ્યમ દ્વારા પણ ટેસ્ટીંગ શક્ય બનશે. એચસીએલ અને ડો.મોદી એલર્જી એન્ડ ચેસ્ટ ક્લિનિક દ્વારા ગુજરાતના કોઇ પણ ખુણામાં ઘર બેઠા ટેસ્ટ ઉપરાંત ઓનલાઇન કન્સલટેશન શક્ય બનશે અને કોઇપણ પ્રકારની એલર્જીનું સચોટ નિદાન શક્ય બનશે.
સામાન્ય રીતે મુખ્ય ચાર પ્રકારની એલર્જી જોવા મળે છે. નાકની એલર્જીમાં શરદી, ઉધરસ રહે, ફેફસાની એલર્જીમાં કફ, ખાંસી, છાતીનો દુખાવો, ચામડીની એલર્જી જેમાં ખંજવાળ, ફોલ્લા થવા, પેટની એલર્જીમાં ગેસ, અપચો થવો. આ ઉપરાંત આંખ, ખોરાક, દવા, કેમિકલ્સ, અને ઘરેણાની પણ એલર્જી થઇ શકે છે. એલર્જી થવાનું કારણ ધુળ, પરાગરજ, ફૂગ, પાળેલા પ્રાણી, ખોરાક-ફાસ્ટફૂટ, પ્રદૂષણ, સ્ટ્રેસ, અપૂરતી ઉંઘ અને વારસાગત કારણો જવાબદાર છે.