Uncategorized

ATGL એનર્જી લેન્ડસ્કેપમાં ટર્નિંગ પોઈન્ટ તરફ અગ્રેસર

ભારતની ડીકાર્બોનાઇઝેશનની યાત્રામાં સક્રિય ભૂમિકા ભજવવા પ્રતિબદ્ધ

અદાણી ટોટલ એનર્જી લેન્ડસ્કેપમાં મહત્વાકાંક્ષી રોકાણ દ્વારા ટર્નિંગ પોઈન્ટ તરફ અગ્રેસર છે. ગ્રાહકોની વધતી ઉર્જા જરૂરિયાતોની પુર્તિના ઉદ્દેશથી ATGL ઉર્જા મિશ્રણનો વ્યાપ સતત વધારી રહ્યું છે. ATGL હાલના ભૌગોલિક વિસ્તારમાં CGD ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનું યથાવત રાખી નવા ફાળવવામાં આવેલા વિસ્તારમાં નિર્માણની યોજના ધરાવે છે. આગામી 5 વર્ષમાં ATGL તેમાં લગભગ 12,000 થી 14,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.   

અદાણી ટોટલએનર્જીઝ ઇ-મોબિલિટી લિમિટેડ (ATEL) અને અદાણી ટોટલએનર્જીસ બાયોમાસ લિમિટેડ (ATBL) દ્વારા EV ચાર્જિંગ, કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) ઉત્પાદન જેવા મલ્ટિ-ફ્યુઅલ વિકલ્પોમાં વૈવિધ્યીકરણ કરી રહ્યું છે. ATGL એ હેવી ટ્રાન્સપોર્ટેશન અને માઇનિંગ કામગીરીના હાર્ડ-ટુ-અબેટ સેગમેન્ટને ડીકાર્બોનાઇઝ કરવા LNG ફોર ટ્રાન્સપોર્ટેશન એન્ડ માઇનિંગ (LTM)માં પણ સાહસ કર્યું છે.  

ATGLનું મુખ્ય બિઝનેસ સેગમેન્ટ સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન ભૌગોલિક કવરેજના સંદર્ભમાં છેલ્લા 4-5 વર્ષોમાં ઝડપથી વિસ્તર્યું છે. હાલમાં CGD સેગમેન્ટ કુલ ગેસની માંગમાં પાંચમા ભાગનું યોગદાન આપે છે જ્યારે કુદરતી ગેસના એકંદર હિસ્સામાં વૃદ્ધિ થવાની ધારણા છે. વર્ષ 2030 સુધીમાં ભારતના ઉર્જા મિશ્રણમાં નેચરલ ગેસનો હિસ્સો 6% થી 15% સુધી વધારવાના સરકારના વિઝનને પ્રોત્સાહન આપવા તે એકંદર કુદરતી ગેસની માંગને વોલ્યુમની દ્રષ્ટિએ 3 ગણાથી વધુ વધારવા અગ્રેસર છે. 

CBO માં આત્મનિર્ભરતા હાંસલ કરવા અને તેના હાલના GAની બહારના બજારોમાં પ્રવેશ કરવા માટે ATGL આગામી 5 વર્ષમાં રૂ. 2,500 થી 3,000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. SATAT સ્કીમની શરૂઆત સાથે 2018માં કમ્પ્રેસ્ડ બાયોગેસ સેગમેન્ટની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં 2030 સુધીમાં CBGના 15 MTPA જનરેશનનો લક્ષ્યાંક હતો. જ્યારે CBG બ્લેન્ડિંગ ઓબ્લિગેશન (CBO) જેવી નીતિઓ સાથે 2030ના લક્ષ્યાંકોને હાંસલ કરવા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે. 

ભારત હાલ 2W, 3W અને 4W સેગમેન્ટમાં EV ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યું છે, જેમાં દર મહિને 1 લાખથી વધુ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનું વેચાણ થાય છે. સરકાર વર્ષ 2030 સુધીમાં ઈલેક્ટ્રીક વાહનોના વેચાણને 30% સુધી વધારવાનો ઇરાદો ધરાવે છે. ઝડપથી વિકસતા EV સેગમેન્ટને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત સંતોષવા ATGL દેશમાં B2B અને B2C ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે આગામી 5 વર્ષમાં 1,500 થી 2,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. 

ATGLના નવીનતમ પ્રયાસોમાં પરિવહન અને ખાણકામ માટે LNG નો સમાવેશ થાય છે. દેશમાં ડીઝલની વાર્ષિક માંગના લગભગ 40 MTPA (50%) તેના થકી થાય છે. LNG એ ભારે પરિવહન અને ખાણકામ વિભાગોના ડીકાર્બોનાઇઝેશન માટે વ્યવહારુ અને આર્થિક રીતે સક્ષમ ઉકેલ છે. આગામી 7-10 વર્ષમાં પરિવહન અને માઇનિંગ સેગમેન્ટ માટે LNG ની માંગ 10 MTPA થવાની ધારણા છે. 

અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) એ ભારતની સૌથી મોટું શહેરી ગેસ વિતરણ ધરાવતી કંપનીઓમાંની એક છે. ATGL દેશના 94 જિલ્લાઓમાં 7.5 લાખથી વધુ PNG કનેક્શન અને 500 કરતાં વધુ CNG સ્ટેશનોનું સંચાલન કરે છે. #FuellingGoodness ના સૂત્ર સાથે ATGL ઘરેલું, વાણિજ્યિક, ઔદ્યોગિક અને પરિવહન ક્ષેત્રોમાં વિશ્વસનીય અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ પ્રદાન કરી ભારતની ડીકાર્બોનાઇઝેશનની યાત્રામાં સક્રિય ભૂમિકા ભજવવા પ્રતિબદ્ધ છે. ATGL દેશમાં કુદરતી ગેસને અપનાવવાની પ્રક્રિયાને વેગવાન બનાવવા હિમાયતનું નેતૃત્વ કરી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button