Smt. R B Shah Mahavir Hospital માં પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું
તબીબી સેવાઓ ક્ષેત્રે મહાવીર હોસ્પિટલની વધુ એક સિદ્ધિ
સુરત : શ્રી મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ સોસાયટી છેલ્લા 45 વર્ષથી દક્ષિણ ગુજરાતના લોકોને તેની તબીબી સેવાઓ આપી રહી છે, હોસ્પિટલ દર વર્ષે તેની સુવિધાઓને અપગ્રેડ કરી રહી છે. હવે, મહાવીર હોસ્પિટલને લિવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે પણ પરવાનગી આપવામાં આવી છે. હવે મહાવીર માં આવા તમામ દર્દી ઓ ને આ સુવિધા નો લાભ મળશે . તેઓ ને હવે કિડની અને લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે મુંબઈ , અમદાવાદ કે નડિયાદ જવું પડશે નહિ. હાર્ટ એન્ડ ફેફસા માટે પરવાનગી 2 વર્ષ પહેલા જ મળી ગઈ હતી.
40 વર્ષીય મહિલા લાંબા સમયથી કિડનીની બિમારીથી પીડાતા હતા. તેની બંને કિડની કામ કરતી ન હતી. તેણીએ ડો. સિદ્ધાર્થ જૈન, સિનિયર નેફ્રોલોજિસ્ટની સલાહ લીધી, ડોક્ટરે તેને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે જવાની સલાહ આપી છે. મહાવીર હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમની સુવિધાઓ જાણવા દર્દી આવ્યા હતા. તમામ તપાસ અને સમજણ પછી, દર્દીએ ડૉ. સિદ્ધાર્થ જૈન, ડૉ. અનિલ પટેલ, જેનિસ પુરોહિત (Nephrologists) અને ડૉ. જીજ્ઞેશ ઘેવરિયા, ડૉ. કુમાર નાયક અને ડૉ. કપિલ ઠક્કરની (Urologists) ટીમ હેઠળ મહાવીર હૉસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે જવાનું નક્કી કર્યું. દર્દી ને 16/07/2024ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા.
સૌથી મહત્વનો બાબત એ છે કે, તે લાઇવ ડોનર ટ્રાન્સપ્લાન્ટ હતું, એટલે કે, દર્દીની માતાએ જ તેની એક કિડની તેની પુત્રીને donate કરી છે. સર્જરીના 6 દિવસ બાદ માતાને રજા આપવામાં આવી હતી અને દર્દી કે જેઓ કિડની મેળવનાર ને આજે ડિસ્ચાર્જ મળી રહ્યો છે. બંને દર્દીઓ ખૂબ જ સામાન્ય છે અને તેમના તમામ કામ નિયમિત સ્વતંત્ર રીતે કરી શકે છે. આજ સુધીમાં મહાવીર હોસ્પિટલમાં 6 હૃદય, 1 લીવર, 1 કિડની અને 43 બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે.
આ સાથે મહાવીર માં થયેલ પ્રથમ કેડેવર લીવર ટ્રાન્સપ્લાન્ટ ૨૫ માર્ચ ૨૦૨૪ માં સફળ રીતે કરવામાં આવ્યું હતું. તેનો ઉલ્લેખ ખુબ જરૂરી છે. જે સર એચ એન રિલાયન્સ ટીમ ડો રવિ મોહનકા ની ટીમ ડો નરેશ ગાબાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સિવાય મહાવીર હોસ્પિટલે સ્ટ્રાઈકર MAKO દ્વારા રોબોટિક ઘૂંટણની રિપ્લેમેન્ટ શરૂ કરી છે જે સી ટી બેસ્ડ પ્લાંનિંગ , એક્યૂસ્ટૉપ હેપ્ટિક ટેક્નોલોજી અને ડેટા એનાલિસિસ કરી પરફેક્ટ પ્લાંનિંગ કરી ડૉક્ટર ને સર્જરી માં મદદ કરે છે જેથી સચોટ સર્જરી પીડા રહિત રહે છે અને દર્દી ટૂંક સમય માં પગભર થઇ જાય છે.
હાલમાં હોસ્પિટલે બાયોફાયર સિસ્ટમ ખરીદી છે જેમાં એક કલાકની અંદર વિવિધ વાયરસ અને બેક્ટેરિયા ચેપનું નિદાન થાય છે અને સારવાર કરતા ડૉક્ટરને વહેલી તકે સારવાર શરૂ કરવામાં અને દર્દીના હોસ્પિટલમાં રોકાણ ઘટાડવામાં મદદ કરે છે. એઆઈ આધારિત એમઆરઆઈ મશીનને અપગ્રેડ કર્યું છે જેમાં હૃદય, કિડની વગેરેની તપાસ પણ કરી શકાય છે.
ટ્રસ્ટના ચેરપર્સન શ્રીમતી. રૂપાબેન મહેતા અને Dy. ચેરપર્સન શ્રીમતી મીતાબેન શાહે જાહેરાત કરી હતી કે, મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ સોસાયટી 110 bed ની સુપર સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલ અને સેનોટેરિયમ બનાવી રહી છે જે ટૂંક સમયમાં શરૂ થશે. જેમાં કેન્સરના દર્દીઓની સારવાર માટે દક્ષિણ ગુજરાતનું શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હશે. ત્યાર બાદ કેન્સરના દર્દીને સારવાર માટે મુંબઈ કે અમદાવાદ જવું પડશે નહીં.
મહાવીર હોસ્પિટલ દક્ષિણ ગુજરાતમાં સૌને પરવડે તેવા દરે શ્રેષ્ઠ તબીબી સેવાઓ આપવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે.