બિઝનેસ

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ ડૉ. અરવિંદ બોધનકરની ચીફ સસ્ટેઇનેબિલીટી ઓફિસર તરીકે નિમણૂંક કરી

સુરત-હજીરા: વિશ્વના બે અગ્રણી સ્ટીલ ઉત્પાદકો આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેનું સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (એએમ/એનએસ ઇન્ડિયા) એ તેના મુખ્ય સસ્ટેઇનેબિલીટી ઓફિસર તરીકે ડૉ. અરવિંદ બોધનકરની નિમણૂંકની કરી છે.

ડૉ. બોધનકર તેમની નવી ભૂમિકામાં, એએમ/એનએસ ઇન્ડિયાના સસ્ટેઈનેબિલિટીના એજન્ડાનું નેતૃત્વ કરી, ડિકાર્બનાઈઝેશન અને તેની પર્યાવરણીય અસરો ઘટાડવા સહિત સંસ્થાના ક્લાઈમેટ એજન્ડાને આગળ ધપાવવાની કાર્યને આગળ વધારવાના કાર્ય પર ધ્યાન કેન્દ્રીત કરશે.
ડો. બોધનકર અગાઉ દાલમિયા ભારત ગ્રૂપમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર-ઇએસજી અને ચીફ રિસ્ક ઓફિસર હતા. ત્યાં, તેમણે સસ્ટેઈનેબિલિટી એન્ડ રિસ્ક મેનેજમેન્ટની કામગીરીનું નેતૃત્વ કરવાની સાથે જ, રિન્યુએબલ એનર્જી, સર્ક્યુલર ઈકોનોમી, કાર્બન કેપ્ચર અને ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ માટેની વિવિધ પહેલની આગેવાની લીધી હતી.
પેટ્રોકેમિકલ્સ, ફર્ટિલાઈઝર્સ, સ્ટીલ, સિમેન્ટ અને ઓટોમોટિવ સહિતના વિવિધ ઉત્પાદન અને કાર્બન-સઘન ઉદ્યોગોમાં ત્રણ દાયકાથી વધુનો સમૃદધ અનુભવ ધરાવતા ડૉ. બોધનકર કામગીરી, ગુણવત્તા અને ગુણવત્તાયુક્ત પ્રણાલીઓ, આરોગ્ય, સલામતી અને પર્યાવરણમાં નેતૃત્વની ભૂમિકાઓ ભજવશે. તેમણે અગ્રણી ઉત્પાદન કંપનીઓ માટે સસ્ટેઇનેબિલીટી એજન્ડાનું પણ નેતૃત્વ કર્યું છે.
વીમ વેન ગર્વન, ચીફ ઓપરેટિંગ ઓફિસર, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS INDIA)એ જણાવ્યું હતું કેઃ “ડૉ. અરવિંદ બોધાનકર સસ્ટેઈનેબિલિટી એન્ડ રિસ્ક મેનેજમેન્ટમાં બહોળો અનુભવ અને નિપુણતા ધરાવે છે. દેશની વિકસતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે અમે વિકાસ માટેની વિવિધ વ્યૂહરચનાઓને અમલમાં લાવી રહ્યા છીએ ત્યારે કંપનીમાં સસ્ટેઈનિબિલિટીના એજન્ડાને આગળ વધારવામાં તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”
એએમ/એનએસ ઈન્ડિયાએ સ્ટીલ ઉત્પાદનની સમગ્ર વેલ્યુ ચેઈનમાં કામગીરીના રોડમેપ સાથે વર્ષ 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનની તીવ્રતામાં 20% ઘટાડો કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જેમાં વીજળીની 100% જરૂરિયાતોને પહોંચી વળવા માટે રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવું, સ્ક્રેપ સ્ટીલનું રિસાયક્લિંગ બે ગણાથી વધુ કરવું અને નવા ટેક્નોલોજીકલ સુધારાઓ સાથે ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવી વગેરે જેવા પગલાંઓનો સમાવેશ થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button