એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડે ભારતમાં 25 નવી બ્રાન્ચનું ઉદઘાટન કર્યું

સુરત : ભારતના અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ હાઉસ પૈકીના એક એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડે ભારતના વિવિધ પ્રદેશોમાં 25 નવી બ્રાન્ચનું ઉદઘાટન કર્યું છે. આ પહેલ કંપનીની પહોંચ વધારવાના તથા દેશભરમાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણને વધુ સુવિધાજનક બનાવવાના કંપનીના પ્રયાસોનો હિસ્સો છે. આ નવી બ્રાન્ચ એટલે કે બિનઝનેસ સેન્ટર્સ વરાછા, બોપલ, ભરતપુર, ભુસાવલ, વાકડ, ચિત્તોડગઢ, જાલના, આઝમગઢ, પૂર્ણિયા, સીતાપુર, બસ્તી, અરાહ, બદલાપુર, કાશીપુર, ફિરોઝપુર, બારાસત, બહેરામપુર (મુર્શિદાબાદ), બોલપુર, કોલ્લમ, ખમ્મમ, હોસુર, હસન, નાગરકોઇલ, વિજયનગરમ અને તંજાવુરમાં ખોલવામાં આવશે.
એચડીએફસી એએમસી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ નવનીત મુનોતે કહ્યું હતું કે, “એચડીએફસી એએમસી ખાતે અમારું મીશન દરેક ભારતીય માટે વેલ્થ ક્રિએટર બનવાનું છે. દેશભરમાં નવી 25 બ્રાન્ચનો ઉમેરો આ મીશન માટેની અમારી અતૂટ કટીબદ્ધતા દર્શાવે છે. દરેક બ્રાન્ચ એક બ્રિજ તરીકે સેવા આપતાં સ્થાનિક આકાંક્ષાઓને રોકાણની યોગ્ય તક સાથે જોડે છે.
આ નવી બ્રાન્ચથી એચડીએફસી એએમસી દેશમાં સૌથી સુવિધાજનક વેલ્થ ક્રિએટર્સ પૈકીની એક બનશે અને દરેક ભારતીય માટે વેલ્થ ક્રિએટર બનવાના કંપનીના મીશનને દર્શાવે છે. આ વિસ્તરણથી એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડનું નેટવર્ક દેશભરમાં 250થી વધુ બ્રાન્ચને પાર કરી જશે, જેનાથી ફાઇનાન્સિયલ સોલ્યુશન્સ શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં લોકોના વધુ નજીક પહોંચશે. નાના શહેરો અને ઉભરતા આર્થિક કેન્દ્રોમાં બ્રાન્ચની શરૂઆત કરીને કંપની નાણાકીય સાક્ષરતા પ્રદાન કરવાનો તથા વંચિત બજારોમાં સેવાઓ પૂરી પાડવાનો ઉદ્દેશ્ય ધરાવે છે
.