અદાણી ગ્રીને દુનિયાના સૌથી વિરાટ રીન્યુએબલ એનર્જી પાર્કમાંથી વીજ ઉત્પાદન શરુ કર્યું
કચ્છના ખાવડા ખાતે ૫૫૧ મેગાવોટની ક્ષમતા કાર્યાન્વિત કરી નેશનલ ગ્રીડને પુરવઠો આપવાનો આરંભ કર્યો
અમદાવાદ: ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની અને વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી સોલાર પીવી વિકાસકાર અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ ગુજરાતના ખાવડામાં ૫૫૧ મેગાવોટની સૌર ક્ષમતા કાર્યરત કરી નેશનલ ગ્રીડને વીજ પુરવઠો પૂરો પાડવાનો આરંભ કર્યો છે.
ખાવડામાં રીન્યુએબલ એનર્જી પાર્કમાં કામ શરુ કર્યાના એક વર્ષમાં જ અદાણી ગ્રીને રસ્તાઓ અને કનેક્ટિવિટી સહિતની પાયાની માળખાકીય સુવિધાઓના વિકાસ સાથે અને સ્વ-ટકાઉ સામાજિક ઇકોસિસ્ટમ બનાવવાની શરૂઆત કરી આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે, કંપનીએ કચ્છના રણના પડકારજનક અને વેરાન પ્રદેશને પણ પોતાના ૮,000-મજબુત કર્મચારીઓ માટે રહેવા યોગ્ય વાતાવરણમાં પરિવર્તિત કર્યું છે.
અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, “અદાણી ગ્રીન એનર્જી સૌર અને પવન માટે વિશ્વની સૌથી વ્યાપક રિન્યુએબલ એનર્જી ઇકોસિસ્ટમ બનાવી રહી છે.”ખાવડામાં રીન્યુએબલ એનર્જી પ્લાન્ટ જેવા બોલ્ડ અને નવીન પ્રકલ્પો મારફત અદાણી ગ્રીન એનર્જી ઉચ્ચ વૈશ્વિક બેન્ચમાર્ક પ્રસ્થાપિત કરવા તરફ આગળ વધી રહી છે અને ગીગા-સ્કેલ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે વિશ્વના આયોજન અને અમલીકરણના પ્રસ્થાપિત ધોરણોને ફરી દોહરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે આ સિમાચિહ્ન ચાલુ દશકાના અંત સુધીમાં રિન્યુએબલ એનર્જીની ક્ષમતાના ૫00 GW અને કાર્બન ન્યુટ્રાલિટીના મહત્વાકાંક્ષી લક્ષ્યો હાંસલ કરવા તરફની ભારતની સમાન સ્વચ્છ ઉર્જા સંક્રમણ યાત્રાને વેગ આપવા માટે અદાણી સમૂહની પ્રતિબદ્ધતા અને ચાવીરુપ ભૂમિકાને માન્ય કરે છે.
આ રીન્યુએબલ એનર્જી પાર્કમાં ૩0 GW રીન્યુએબલ એનર્જી પેેદા કરવાની ક્ષમતા વિકસાવવાનો અદાણી ગ્રીન એનર્જીનો ઇરાદો છે. આગામી પાંચ વર્ષમાં નિર્ધારીત ક્ષમતા કાર્યરત થવાની અપેક્ષા છે. આ લક્ષ્ય જ્યારે સંપ્પન થશે ત્યારે ખાવડાનો રીન્યુએબલ એનર્જી પાર્ક વિશ્વનું સૌથી વિરાટ રિન્યુએબલ એનર્જી ઇન્સ્ટોલેશન બનીને ઉભરી આવશે.
ખાવડાનો આ રીન્યુએબલ એનર્જી પાર્ક દર વર્ષે એક કરોડ સાંઇઠ લાખથી વધુ આવાસોમાં પ્રકાશના અજવાળા પાથરશે. વિશાળ પાયા ઉપર રીન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ્સ, પુુરવઠાની મજબૂત સાંકળનું નેટવર્ક અને તકનીકી કૌશલ્ય વિકસાવવામાં માહેર પુુરવાર થયેલી અદાણી ગ્રીન એનર્જી લિ.એ વિશ્વના સ્વચ્છ ઉર્જા ક્ષેત્રમાં વિશાળ ક્ષમતાના પ્લાન્ટનું નિર્માણ કરવાના વિક્રમ સ્થાપિત કરવાની લગોલગ કોઈ નથી. આ સ્થિતિ વચ્ચે અદાણી ગ્રીન વિશ્વમાં અવ્વલ નંબરનું શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું છે.