એજ્યુકેશન

મંત્રી મનસુખભાઈ માંડવિયા સુરત અડાજણ સ્થિત “ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ”ની શુભેચ્છા મુલાકાતે

સુરતઃ વર્તમાન સરકારમાં શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમતના મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સુરત અડાજણ સ્થિત “ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ”ની મુલાકાત લીધી હતી. શાળાના પ્રમુખ  રામજીભાઇ માંગુકિયા દ્વારા મંત્રીશ્રીને શુભેચ્છા મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ શાળાના CBSE બોર્ડ અને ગુજરાત બોર્ડ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીયકક્ષાના વિજેતા થયેલ વિદ્યાર્થીના સન્માન અને તેમણે રમતગમત ક્ષેત્રમાં ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરે તે માટે શુભેચ્છા મુલાકાત નો ધ્યેય હતો.

સાથે સાથે શાળાના ઉપ પ્રમુખ જિગ્નેશભાઈ માંગુકિયા અને મેનેજીગ ડાયરેકટર કિશનભાઈ માંગુકિયા દ્વારા રાજ્ય કક્ષાએ વિજેતા થયેલ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીયકક્ષાએ પોતાનું શ્રેસ્થ પ્રદર્શન કેવી રીતે કરી શકે અને પસંદગીમાં સ્થાન પામે તે માટે મનસુખભાઈ માંડવિયા સાથે સ્વિમિંગ,વોલીબોલ,રોલ બોલ,ક્રિકેટ,સાયકલિંગ,ફૂટબોલ જેવી રમતના શાળામાં પારંગત વિદ્યાર્થી સાથે સવાંદ ગોઠવ્યો હતો આ સાથે ધારાસભ્ય  કાનજીભાઈ બલર પણ ઉપસ્થિત રહયા હતા અને જેમાં મંત્રી  મનસુખભાઈ માંડવિયા ધ્વારા રમતવીરોને સાહસ અને ધૈર્ય સાથે દેશ માટે તેના નામ માટે રમવાનું માર્ગદર્શન આપ્યું હતું.

વધુમાં શાળાના ટ્રસ્ટી  ઈશ્વરભાઈ માંગુકિયા અને ગિરધરભાઈ આસોદરિયા સાથે શાળાના કેમ્પસ ડાયરેકટર અને આચાર્યગણ સાથે નવી શિક્ષણ નીતિ 2020 ને વધુ કઈ રીતે અસરકારક બનાવી શકાય અને શાળામાં શિક્ષકોના માધ્યમથી તેને કઈ પદ્ધતિ થી અમલ કરાવી શકાય તેની વિસ્તૃત ચર્ચા કર્યા બાદ શાળા બોર્ડ પરિણામમાં શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરે તેવી સમગ્ર શાળા પરિવારને શુભેચ્છા પાઠવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button