સુરત શહેરમાં 20વર્ષ પછી ભારતના સોથી મોટા જર્મન ડોમમાં યોજાયેલ ફિનિક્સ સકઁસે સુરતીઓના દિલ જીતી લીધા

સુરત : હાલની ઠંડીમાં ફિનિક્સ સકઁસે અવનવા દાવથી સુરતીઓની ઠંડી ઉડાડી નાખી છે. ડુમસરોડ પર આવેલ VR Mall ની સામે આવેલ વિશાળ પાર્કિંગ ની સગવડવાળા ભારતના સોથી મોટા જર્મન ડોમમાં યોજાયેલ ફિનિક્સ સકઁસે 2 વષઁ ની ઉંમરથી લઈને 80 વર્ષ ના ઉમરના પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે. હજુ 10 દિવસ દક્ષિણ ગુજરાત ના લોકો આ ફિનિક્સ સકઁસ જોવાનો લાભ લઈ શકશે.
આ ફિનિક્સ સર્કસ ના સોમવારથી શુક્રવાર સુધી સાંજે 6:30 અને રાત્રે 9:30 વાગે બે શો યોજાય છે, અને શનિવાર તથા રવિવારે તેમજ જાહેર રજા ના દિવસો 3 શો જેમાં 3:30, 6:30 અને રાત્રે 9:30 વાગે નો શો યોજાય છે જે સુરતીઓનું મનોરંજન કરે છે.
વર્ષ 2008 માં સુરત શહેરની અંદર સર્કસ નો અનેરો ક્રેઝ સુરતીઓ માં જોવા મળતું હતું એ સર્કસ માં વિવિધ પ્રકારના પ્રાણીઓ દ્વારા અભિનય કરવામાં આવતું હતું ત્યાર પછી પ્રાણીઓ ઉપર સરકાર દ્વારા રોક લગાવવામાં આવી હતી ત્યારથી ભારત દેશમાં સર્કસ નો ક્રેઝ લોકોની વચ્ચે ઓછો થવા પામ્યું તેમજ સર્કસ ની પ્રથા લુપ્ત થવા લાગી હતી.સર્કસ ની પ્રથા ચાલુ રહે તેવો પ્રયાસ સુરત શહેર ની આર્ટ ઇન્ડિયા ગ્રુપ ના ધીરેનભાઈ અને મહેન્દ્રભાઈ સાથે ફિનિક્સ સર્કસના મધુભાઈ ભલર દ્વારા ફરી આ પ્રથા શરૂ કરાઈ.
ફિનિક્સ સર્કસના સંસ્થાપક મધુભાઈ બલર એ જણાવ્યું હતું કે તેઓ 40 વર્ષોથી જાદુગર ,સર્કસ ,મેળા જેવા મનોરંજન થી જોડાયેલા છે. ભારત દેશમાં આશરે સર્કસ ના 15,000 જેટલા કલાકારોને ફરી એકવાર લોકોની વચ્ચે આવવાનો મોકો મળે તે હેતુથી સર્કસ પાછું લોકોની વચ્ચે લાવવાનું શરૂ કર્યું છે.
આર્ટ ઇન્ડિયા ગ્રુપના ધીરેનભાઈએ જણાવ્યું હતું કે ફિનિક્સ સર્કસ નું આયોજન સુરત શહેરમાં 20 વર્ષ પછી આ ભવ્ય જર્મન ડોમ ની સાથે આયોજન થયું છે જેની અંદર કુલ 45 કલાકારો સુરતીઓનું મનોરંજન કરશે આ કલાકારો ગુજરાત ,ઉતરાંચલ, તમિલનાડુ ,મહારાષ્ટ્ર ,મુંબઈ ,દિલ્હી કેરળ, બેંગાલ, મણીપુર તેમજ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ઉચોપિયાથી આવ્યા છે, જેમાં 17 મહિલા અને 28 જેટલા પુરુષ આર્ટિસ્ટોનું સમાવેશ થાય છે આ તમામ આર્ટિસ્ટો દ્વારા એક્રોબતિક્સ, જગલિંગ, એરિયલ એક્ટ, સર્કસ રીંગ, રીંગ માસ્ટર, બબલ આર્ટ, ચેર બેલેન્સ ,રોલર સ્કેટિંગ અને ખાસ કરીને આકર્ષણનું કેન્દ્ર બને છે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ જે ઉતોપિયન યોગા કરે છે જે ચોક આવનાર અને અદભુત હોય છે.
આર્ટ ઇન્ડિયા ગ્રુપના મહેન્દ્રભાઈ શાહએ વધુ જણાવ્યું કે ખાસ કરીને અમદાવાદથી કારીગરો બોલાવીને આ ફિનિક્સ સર્કસ જર્મન ડોમ ટેકનોલોજી થી બનાવવામાં આવ્યું છે.આ એક એવું ડોમ જેને આગ ,વરસાદ ,ઠંડી કે ગરમીની કોઈ અસર થતી નથી જેથી કલાકારો- દર્શકો ને કોઈ હાલાકી નો સામનો નહીં કરવો પડે છે. સાથે તમામ પ્રકારની ફાયર સેફટી નો પણ ધ્યાન આપવામાં આવે છે.આ ડોમ 200 × 130 સ્ક્વેર ફીટના વિસ્તારમાં બાંધવામાં આવ્યો છે.આ ફિનિક્સ સર્કસ જર્મન ડોમ ભારત દેશનો સૌથી મોટો સર્કસ સાબિત થયો છે જેમાં 1500 સોફા અને ચેર ની વ્યવસ્થા કરવામાં આવી છે.