સુરતઃ 5મી જાન્યુઆરીએ રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન, હજારો લોકો દોડમાં લેશે ભાગ
21,10,5 અને 2 કિમી એમ ચાર કેટેગરીમાં દોડ યોજાશે, વિજેતાઓને રૂપિયા 15 લાખના ઇનામો અપાશે

સુરત : ડૉ. હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા આગમી 5મી જાન્યુઆરીના રોજ સુરત ખાતે AM/NS રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે.આ દોડના આયોજનનો ઉદ્દેશ્ય દીકરીઓ કલ્યાણ અને શિક્ષા માટે સમાજને જાગૃત કરવાનો છે.
આ અંગે આજરોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં સંસ્થા વતી માહિતી આપતા મંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતું કે દીકરીઓને સશકત બનાવવા અને તેમના કલ્યાણ અને શિક્ષણ માટે સરકાર દ્વારા તો પ્રયત્ન થઈ રહ્યા છે પણ સાથે જ સમાજ અને સામાજિક સંસ્થાઓની પણ આ જવાબદારી છે. જેને ધ્યાનમાં રાખીને ડૉ. હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા આગામી 5મી જાન્યુઆરીના રોજ સુરત ખાતે AM/NS રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ દોડમાં વધુ ને વધુ નાગરિકોને જોડાવા અને ખાસ કરીને યુવા વિદ્યાર્થીઓ દોડમાં જોડાય તે માટે સંસ્થા દ્વારા વિવિધ પ્રમોશનલ આયોજન કરવામાં આવ્યા હતા. સાથે જ સ્કૂલ કોલેજોમાં પણ કેમ્પૈન ચલાવવામાં આવ્યું હતું. જેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન થયા છે.
5મી જાન્યુઆરીએ સવારે ૫:૪૫ વાગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીખાતેથી દોડ શરૂ થશે દોડનું સમાપન પણ ત્યાં જ થશે. 21 કિમી, 10 કિમી, 5 કિમી અને 2 કિમી એમ કુલ ચાર કેટેગરીમાં આ મેરથોન દોડ યોજાશે. દોડના અંતે અલગ અલગ 96 કેટેગરીમાં વિજેતાઓને 15 લાખ રૂપિયાના ઇનામો આપી સન્માનિત કરવામાં આવશે. સંસ્થા વતી લોકોને અપીલ કરી હતી કે હજી પણ ૧૦ અને ૨૧ કિલોમીટરમા રજીસ્ટ્રેશન શરૂ છે જેથી વેબસાઇટ www.runforgirlchild.org પર રજીસ્ટ્રેશન કરી શકાય છે.
ડૉ. હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિના કાર્યો
ડો. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ રાષ્ટ્રીય સેવા ભારતી સાથે સંલગ્ન સુરતમાં કામ કરતી સેવા સંસ્થા છે, જે થી સેવાકીય પ્રવૃતિઓ કરી રહી છે. તેમજ સમાજના છેવાડાના શોષિત, વંચિત અને પીડિત વ્યક્તિના ઉત્થાન માટે આ સંસ્થા પ્રાયસરત છે .
આપણે સૌ જાણીએ છીએ કે સ્લમ ફ્રી મહાનગરોમાં સેવા વસ્તી એટલે કે સ્લમશનું બહારનું સ્વરૂપ તો બદલાઈ ગયું છે. પરંતુ તેના વાતાવરણમાં શિક્ષણના અભાવ, આર્થિક પરિસ્થિતિ અને વ્યસન ના કારણે આ સમાજ બંધુઓ અનેક પ્રકારની વિષમ પરિસ્થિતિનો સામનો કરતા હોય છે.આવી વસ્તિયોં સર્વાંગીણ વિકાસ માટે વિવિધ પ્રકારના સેવા કાર્યની આજે આવાશ્યકતા છે. આ સંસ્થા આવી વસ્તીઓમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, સ્વાવલંબન તથા સંસ્કાર જેવા વિષયો પર કામ કરી રહી છે.
સ્વાસ્થ્ય અંતર્ગત આરોગ્ય પરીક્ષણ તથા જરૂરિયાત પ્રમાણેની સારવાર જેમ કે હિમોગ્લોબિન પરીક્ષણ, આંખોના મોતિયા બિંદુ ઓપરેશન તથા કુપોષિત માતા અને બાળકો માટે સુપોષિત આહાર ની વ્યવસ્થા જેવા કામો હાથ ધરવામાં આવે છે. આવી વસ્તીની કિશોરીઓ માટે થઈને આત્મરક્ષા, સુપોષણ, ગાયનેકોલોજિસ્ટ ડોક્ટરનો સમયોચિત માર્ગદર્શન તથા આત્મનિર્ભર બને એ માટે વિવિધ પ્રકારની સ્કિલ આપવાનું કામ તથા કાઉન્સેલિંગ કરવામાં આવે છે. આમ કરીને દીકરીઓનો નો ૩૬૦૰ વિકાસ કરવામાં આવે છે
શિક્ષણ અંતર્ગત આવી વસ્તીના બાળકો માટે શાળા ઉપરાંત તેમના શિક્ષણ અને સંસ્કારમાં સહાય થાય એના માટે નિઃશુલ્ક પાઠદાન કેન્દ્રોની યોજના કરવામાં આવે છે
આ વસ્તીના યુવાનો તથા બહેનો આર્થિક દ્રષ્ટિથી સ્વાવલંબી બને (તે માટે જરૂરી સ્કીલ પ્રશિક્ષણ, જેમાં પિંક પ્લમ્બર, મહેંદી ક્લાસ, સીવણ ક્લાસ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તે ઉપરાંત બચત ગટ જેવી પ્રવૃતિઓના માધ્યમથી એમની આવક વૃદ્ધિના પ્રયાસો આની અંદર કરવામાં આવે છે.આ ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રમાં પણ આ સંસ્થા દ્વારા
• 500 જેટલા ગામોમાં આયુર્વેદિક કિટ
• ડાંગમાં 50 જેટલા ગામોમાં ડોક્ટરની ટીમ દ્વારા બહેનોના સ્વાસ્થ્ય ઉપર તથા મહિલા સશક્તિકરણનું કામ
• સોનગઢ તાલુકામાં 30 ગામોને કવર કરતું ફરતું દવાખાનું, આવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે
મેરેથોનના માધ્યમથી શું કરવા ઈચ્છે છે
• સમાજ ખાસ કરીને યુવાનો આ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ થી પરિચિત થાય તથા સેવા ભાવથી જોડાય
• સમાજનો આવા વિવિધ કામો માટે સહયોગ પ્રાપ્ત થાય.
આ પ્રકારની બસ્તીઓ સાથે સંપન્ન સમાજના લોકો સંપર્કમાં આવે અને સંવેદના સાથે એમની સાથે ખભે ખભા મિલાવી એમના ઉત્થાનમાં સહયોગી બને.કુલ પ્રયાસોના પરિણામે આ વસ્તીઓના સર્વાંગીણ વિકાસમાં સૌનું યોગદાન પ્રાપ્ત થાય.