એલપી સવાણી સ્કૂલ નું પરિણામ ખુબ જ સરસ, 29 વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ
63 વિદ્યાર્થીઓ a2 અને 67 વિદ્યાર્થીઓએ b1 ગ્રેડ
ધોરણ 12 સીબીએસસી નું પરિણામ જાહેર થયેલ તેમાં સુરતના હાર્દ સમાન એલપી સવાણી સ્કૂલ નું પરિણામ ખુબ જ સરસ આવેલ છે આ પરિણામમાં શાળાના 29 વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે 63 વિદ્યાર્થીઓ a2 અને 67 વિદ્યાર્થીઓએ b1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે.
એલ પી સવાણી એકેડેમીના દક્ષ ભંડારીએ બીએસટી અકાઉન્ટ અને મેથ્સમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરી શાળા પરિવાર તથા પરિવારનું ગૌરવ વધારેલ છે
કરણદીપ ગીર અરહમ જૈન અને મુકુંદ કનોડીયા એ બીએસટી વિષયમાં સોમાંથી સો ગુણ પ્રાપ્ત કરેલ છે જ્યારે મોહિત તિલવાણીએ અકાઉન્ટ વિષયમાં સોમાંથી સો ગુણ પ્રાપ્ત કરેલ છે. સ્નેહા રાઠી પ્રીસા ગુપ્તા મોહિત દિલવાળી અને આયુષી કટો દે સોમાંથી સો ગુણ મેથ્સ/ ઇપીમાં પ્રાપ્ત કરેલ છે.
વિદ્યાર્થીએ કરેલ કઠોર પરિશ્રમ અને અનુભવી શિક્ષકોની મહેનત દ્વારા જ એલપી સવાણી પરિવારનું આટલું ખૂબ જ સરસ પરિણામ પ્રાપ્ત થયેલ છે અને વિદ્યાર્થીઓએ આ દ્વારા શાશ્વત કર્યું છે કે ધીરજ કરી શકે તે ધાર્યું કરી શકે
શાળાના ચેરમેન માવજીભાઈ સવાણી અને વાઇસ ચેરમેન ધર્મેન્દ્રભાઈ સવાણી શાળાના આચાર્ય તેમજ શિક્ષક મિત્રો અને સમગ્ર શાળા પરિવારના વિદ્યાર્થીઓને સફળતા માટે અને ઉચ્ચ ભવિષ્ય માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે પંખો સે કુછ નહી હોતા હોસલો સે ઉડાન હોતી હૈ તે ઉક્તિને સાર્થક કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ટીમ વિદ્યાર્થીઓના ઉચ્ચ પરિણામથી શાળા પરિવારને ગૌરવ અપાવ્યું છે