પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો
સુરત મહાનગરના શૈક્ષણીક ચારે ઝોનમાં તા. ૨૧-૦૭-૨૨ થી ૨૨-૦૭-૨૨ દરમ્યાન ગુરુ વંદનાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી ત્યારબાદ સંઘઠન ગીતનું સમૂહ ગાન કરી મહર્ષિ વેદ વ્યાજીનું પૂજન કરવામાં આવ્યું.
ભારતને વિશ્વગુરુ બનાવવા અને વર્તમાન સમયમાં શિક્ષકની રાષ્ટ્ર નિર્માણમાં ભૂમિકા જેવા વિષયો પર વક્તવ્ય આપવામાં આવ્યું જેમાં ઉધના – અઠવા ઝોન ખાતે વકતા તરીકે બાલાજી રાજે સ્ટડીઝ ફોર હિન્દુ વિભાગના કો – ઓર્ડીનેટર, લિંબાયત ઝોનમાં ડો. અરવિંદ પનવર સ્મીમેર મેડિકલ કોલેજ, સુરત, સેન્ટ્રલ રાંદેર ઝોનમાં પ્રો. શૈલેષ ઘિવાલા, ગર્લ્સ પોલીટેકનિક કોલેજ, સુરત તેમજ કતારગામ – વરાછા ઝોનમાં પ્રો. ડો. વિલાસ યુ.ચૌહાણ સ્મીમેર મેડીકલ કોલેજ,સુરત નો સમાવેશ થાય છે.
સદર કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના અધ્યક્ષ ધનેશભાઇ શાહ, સભ્ય સંજયભાઈ પાટીલ, યશોધરભાઇ દેસાઈ, અનુરાગભાઈ કોઠારી, રાજેન્દ્રભાઈ કાપડીયા, રાજેન્દ્રભાઈ પટેલ તેમજ રાકેશભાઈ હીરપરા એ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમની સરાહના કરી.