A1 અને A2 પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કર્યા
સુરતઃ H.S.C. બોર્ડનું રીઝલ્ટ જાહેર થયું. જેમાં સેન્ટ માર્કસ હાયર સેકન્ડરી સ્કુલ, અડાજણ, સુરતમાં પ્રથમ કાંક મલેક મો. કલીમ અલ્તાફ હુસેન ( 99.85 પર્સન્ટાઈલ રેન્ક ), દ્વિતીય ક્રમાંક જૈન ખુલ્લુ નોરાટમલ ( 99.44 -પર્સન્ટાઈલ રેન્ક ),તથા તૃતીય કર્માક મુલચંદાની પ્રથમ નિલેશભાઇ ( 99.35 – પર્સન્ટાઈલ રેન્ક ) મેળવીને શાળાનું નામ ગૌરવાન્વિત કર્યુ છે.
A1 અને A2 મળીને આઠ વિધાર્થીઓ તેમજ B1 અને B2 મળીને ચુમ્માલીસ વિદ્યાર્થીઓએ ઝળહળતી સિદ્ધી મેળવી છે. જેમને શાળાપરિવાર તરફથી અભિનંદન. વિદ્યાર્થીઓનો કઠીન પરિશ્રમ, અનુભવી શિક્ષકોએ આપેલ માર્ગદર્શન અને વાલી મિત્રોના સહકારથી વિધાર્થીઓએ સાબિત કર્યું કે, “લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ઇચ્છા શક્તિ પ્રબળ હોવી જોઇએ”. ચંદવાની કશિશ એકાઉન્ટ વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ અને મલેક મો. કલીમે આંકડાશાસ્ત્રમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કર્યા જેમને શાળા પરિવાર તરફથી ખૂબ જ અભિનંદન.
શાળાના ટ્રસ્ટી બી.વી.એસ. રાવ સર, સુશીલા મેડમ, પ્રિન્સીપાલ ધન્યા મેડમ, એડમિનિસ્ટ્રેટર ડેવિડસર તથા શાળાના શિક્ષકોએ, વિધાર્થીઓએ મેળવેલી સફળતા બદલ અભિનંદન પાઠવ્યા અને તેમના ઉજજવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી. આ વિદ્યાર્થીઓએ સાબિત કર્યું કે “મહેનત અને લગન હોય તો મંજિલ સુધી પહોંચી શકાય”. A1 અને A2 પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ તેમના વાલીશ્રીને પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા.