ધોરણ-૧૨ કોમર્સના એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સના વિધાર્થીઓ સુરતમાં છવાયા

સુરતઃ ધોરણ ૧૨ કોમર્સમાં એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ ઝળહળતું પરિણામ મેળવીને સમગ્ર સુરત શેહરમાં છવાઈ ગયા અને શિક્ષણ જગતમાં સફળતાનો ડંકો વગાડ્યો છે. પંખો સે કુ નહિ હોતા હોંસલો સે ઉડાન હોતી હૈ”તે ઉક્તિને સાર્થક કરતા ધોરણ ૧૨ કોમર્સના વિધાર્થીઓ અને શિક્ષકોની ટીમે વિધાર્થીઓના ઉચ્ચ પરિણામથી ગ્રુપ ઓફ સ્કુલ્સને ગૌરવ અપાવ્યું છે.
A1 ગ્રેડમાં 9 વિધાર્થીઓ A2 ગ્રેડમાં 70 વિધાર્થીઓ B1 ગ્રેડમાં 104 વિધાર્થીઓ . B2 ગ્રેડમાં 99 વિધાર્થીઓ એ ખુબ જ ગૌરવપૂર્ણ પરિણામ મેળવીને સુરત શહેરમાં ગ્રુપ ઓફ સ્કૂલ્સની શાળાઓનું નામ રોશન કર્યુ છે. CH મારફતિયા નૈતીકે અને દોશી સંયમે A1 ગ્રેડ સાથે સ્ટેટ વિષયમાં ૧૦૦ ગુણ મેળવીને સાબિત કર્યું છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.
વિધાર્થીઓએ કરેલ કઠીન પરિશ્રમ અનુભવી શિક્ષકોની મહેનત અને માર્ગદર્શન તેમજ વાલીમિત્રોના સરાહનીય સહકાર દ્વારા વિધાર્થીઓએ શાશ્વત કર્યું છે કે “ધીરજ ધરી શકે તે ધાર્ય કરી શકે” શાળાના ચેરમેન માવજીભાઈ સવાણી અને વાઈસ ચેરમેન ધર્મેન્દ્ર સવાણી શાળાના આચાર્ય તેમજ દરેક શિક્ષકમિત્રો અને સમગ્ર શાળા પરિવારે વિધાર્થીઓએ મેળવેલી સફળતા માટે ઉચ્ચ ભવિષ્ય માટે ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છા પાઠવી છે..