અમદાવાદ

તા.6 થી 8 સપ્ટેમ્બર, 2022 સુધી યોજાનારા ટીટીએફ અમદાવાદના આયોજન માટે તૈયારીનો પ્રારંભ

સૌથી મોટા અને ટ્રાવેલ શોમાં ગણના પામતા ટીટીએફ અમદાવાદના પ્રારંભ માટેની ફરીથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

ટીટીએફ સિરીઝના સૌથી મોટા શો તરીકે ગણના પામતો ટીટીએફ અમદાવાદ મહામારી પછીના ગાળામાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રિય પ્રવાસને વેગ આપવામાં ખૂબ જ મહત્વનો પૂરવાર થશે. આ શોમાં રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય ટુરિઝમ બોર્ડઝ અને ખાનગી સહયોગીઓ સામેલ થઈ રહયા છે.

ગુજરાતના વાયબ્રન્ટ માર્કેટને ઉત્તમ નેટવર્કિંગ પૂરૂં પાડતા ટીટીએફ અમદાવાદમાં 22 ભારતીય રાજ્યો અને 3 દેશ સહિત 700થી વધુ એક્ઝિબીટર્સ સામેલ થશે અને વેચાણ માટે પોતાની ઉત્તમ ડીલ અને પેકેજીસ રજૂ કરશે.

ટીટીએફ અમદાવાદ પ્રવાસ માટે ઉત્તમ સિઝન ગણાતા દિવાળી અને શિયાળુ વેકેશન પહેલાં યોજાઈ રહ્યો છે, જે ગુજરાતના ખૂબ મોટા અને વાયબ્રન્ટ ટુરિઝમ માર્કેટને મહામારી પછીના ગાળામાં વેગ આપશે.

ટીટીએફ અમદાવા તા.6, 7 અને 8 સપ્ટેમ્બર, 2022ના રોજ ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબીશન હોલ ખાતે યોજાઈ રહ્યો છે.

આ શોમાં B2B પરામર્શ ઉપર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે અને આ શો ત્રણેય દિવસ દરમ્યાન ટ્રાવેલ ટ્રેડના મુલાકાતીઓ માટે ખૂલ્લો રહેશે.

આ શોને ટુરિઝમ બોર્ડઝ, હોટેલ્સ, રિસોર્ટસ, ટ્રાવેલ એજન્સીસ, ટુર ઓપરેટર્સ, ડીએમસી, એરલાઈન્સ, રેલવેઝ વગેરે સહિત ટ્રાવેલ અને ટુરિઝમ ઈન્ડસ્ટ્રીનો ઉત્તમ સહયોગ પ્રાપ્ત થયો છે. રાષ્ટ્રિય અને ખાસ કરીને  ગુજરાત સહિતના રાજ્યોના અગ્રણી ટ્રાવેલ એસોસિએશન્સનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button