ધ સુરત ટી-૨૦ કપ 2022 ટુર્નામેંટની સિઝન-1માં એસઆરકીયન્સ ટિમ ચેમ્પિયન
ફાઇનલ મેચમાં પોલીસ કમિશનર અજય તોમર તેમજ મેયર હેમાલી બોઘવાલા પણ હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા
સુરત : બિગ બેશ સ્પોર્ટ્સ લીગ અને સ્પોર્ટોનિક્સ દ્વારા બિઝનેસ ટાઈકુન માટે શહેરના એન.કે.ક્રિકેટ ગ્રાઉંડ ખાતે ધ સુરત ટી-૨૦ કપ 2022 સિઝન -1 ટૂર્નામેંટ યોજાઈ હતી. જેમાં 8 ટીમો વચ્ચે ટક્કર જામી હતી. ફાઇનલ મેચ એચડી વોલ્વ્સ અને એસઆરકીયન્સ ની ટિમ વચ્ચે રમાઈ હતી જેમાં એસઆરકીયન્સ ટિમ વિજેતા બની હતી. ફાઇનલ મેચ નિહાળવા શહેરના પોલીસ કમિશનર અજય તોમર તેમજ મેયર હેમાલી બોઘાવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સુરતના ક્રિક્રેટ પ્રેમીઓ માટે બિઝનેશ ટાઇકૂન પીઠાવાલા પરિવારના (મેહુલ એ પીઠાવાલા, શીતલ એમ પીઠાવાલા) અને સ્પોર્ટોનિક્સ (હામિર દેસાઈ) દ્વારા બિઝનેશ ટાઇકૂન માટે બિગ બેશ સ્પોર્ટસ લીગ ‘ધ સુરત ટી20 કપ 2022 સિઝન -1 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની પ્રતિષ્ઠિત આઠ બિઝનેશ ફેમિલીઓ, ડાયમંડ, ટેક્ક્ષટાઈલ અને કેમિકલમાંથી આઠ ટીમોએ ભાગ લીધો હતો.
જેમાં જયંતિભાઇ નારોલા (એસઆરકીયન્સ), જયપ્રકાશ અગ્રવાલ (રચના એમ્પેરોર), કુંજ પન્સારી (ઓરા એવેન્જર્સ), સંજય સરાવગી (લક્ષ્મીપતિ રોયલસ), શૈલેષ ગોટી, પિયુશ પટેલ (ધર્મા વોરીએર્સ), હેતલ દેસાઈ (એચડી વોલ્વ્સ), ઘનશ્યામ ભંડેરી, પ્રકાશ ભંડેરી, ડો. સ્નેહલ પટેલ (ભંડારી ટાઈગર્સ) અને અંકિત જેમ્સના ઓનર શ્રેયાંશ શાહ, અંકિત શાહ (અંકિત સુપરકિંગ) ની ટીમનો સમાવેશ થતો હતો. ટુર્નામેન્ટના આયોજન પહેલા ખેલાડીઓની હરાજી બાદ ખેલાડીઓની ખરીદી કરી પોત-પોતાની ટીમ બનાવી હતી.
ટૂર્નામેંટમાં 30 વર્ષથી વધુ વયના ખેલાડીઓએ ભાગ લઈ ઍન.કે.ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઍક દિવસમાં ત્રણ ત્રણ લીગ મેચ રમી હતી જેને નિહાળવા મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા તથા તેનો ઉત્સાહ સમગ્ર શહેરના યુવાજગતમાં જોવા મળ્યો હતો. ફાઈનલ મેચ એચડી વોલ્વ્સ અને એસઆરકીયન્સ ની ટિમ વચ્ચે રમાઈ હતી. જેમાં એસઆરકીયન્સ સિઝન 1 ચેમ્પિયન બની હતી. ફાઇનલમાં પોલીસ કમિશનર અજય તોમરે ઉપસ્થિત રહી ખેલાડીઓને ઉત્સાહિત કર્યા હતા.