સ્પોર્ટ્સ

સોહમ-ફ્રેનાઝે પુરુષ-મહિલા ટાઈટલ જીત્યા, પ્રથા-શ્લોકે 2 ટાઈટલ્સ જીત્યા

ગાંધીધામ, 8 સપ્ટેમ્બર : ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને વલસાડ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે પાંચમીથી આઠમી સપ્ટેમ્બર દરમિયાન વલસાડમાં નગર પાલિકા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ચોથી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ ૨૦૨૨ યોજાઈ હતી. જેમાં નવમી સીડ અમદાવાદના સોહમ ભટ્ટાચાર્યએ બીજી સીડ તથા ગત સ્ટેટ રેન્કિંગ ટૂર્નામેન્ટના વિજેતા એવા સુરતના શ્લોક બજાજને 4-2થી હરાવી અપસેટ સર્જી પુરુષ કેટેગરીનું ટાઈટલ જીત્યું હતું.

ટોપ સીડ સુરતની ફ્રેનાઝ ચીપિયાએ પોતાના જ શહેરની ફિલઝાહ કાદરીને 4-2થી હરાવી વધુ એક મહિલા ટાઈટલ પોતાના નામે કર્યું હતું. જ્યારે અંતિમ દિવસ જાયસ્વાલ સિસ્ટર્સની ફાઈનલના કારણે આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. જ્યારે ત્રીજી સીડ રિયા જાયસ્વાલે પોતાની મોટી બહેન નામના જાયસ્વાલને જુનિયર ગર્લ્સ (અંડર-19)ની ફાઈનલમાં હરાવી ટાઈટલ જીત્યું હતું.
શ્લોક બજાજ પુરુષ કેટેગરીની ફાઈનલમાં હાર્યો હોવા છતાં તે અન્ય 2 કેટેગરીમાં ટાઈટલ જીતવામાં સફળ રહ્યો હતો. તેણે જુનિયર બોય્ઝ (અંડર-19) ફાઈનલમાં વડોદરાના પ્રથમ મદલાનીને હરાવ્યો હતો. જ્યારે અંડર-15 કેટેગરીની ફાઈનલમાં અરવલ્લીના અરમાન શેખને 4-1થી હરાવી ટાઈટલ પર કબ્જો કર્યો હતો.
અમદાવાદની પ્રથા પવારે પણ 2 ટાઈટલ જીત્યા હતા. તેણે જુનિયર ગર્લ્સ (અંડર-17)ની ફાઈનલમાં રિયા જાયસ્વાલને અને અંડર-15 ગર્લ્સની ફાઈનલમાં નિધિ પ્રજાપતિને હરાવી ટાઈટલ્સ પોતાના નામે કર્યા હતા.  
તમામ પરિણામોઃ
મેન્સ કેટેગરીની ફાઈનલઃ 9-સોહમ ભટ્ટાચાર્ય (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ 2-શ્લોક બજાજ (સુરત) 4-2 (12-10,13-11,2-11,14-12,9-11,11-6); મેન્સ કેટેગરીમાં-3/4 સ્થાન માટેની મેચનું પરિણામ: મોનિષ દેઢિયા (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ ઈશાન હિંગોરાણી (કચ્છ) 3-2 (11-6,8-11,6-11,11-9,11-9).
 
વિમેન્સ કેટેગરીની ફાઈનલઃ 1-ફ્રેનાઝ ચીપિયા (સુરત) જીત્યા વિરુદ્ધ 2- ફિલઝાહ ફાતેમા કાદરી (સુરત) 4-1 (11-8,8-11,11-8,11-4,13-11); વિમેન્સ કેટેગરીની : 3/4 સ્થાન માટેની મેચનું પરિણામ: 6-નામના જાયસ્વાલ (ભાવનગર) જીત્યા વિરુદ્ધ 4-પ્રથા પવાર (અમદાવાદ) 3-0 (11-7,11-3,11-7).
 
જુનિયર બોય્ઝ (U-19) ફાઈનલ: શ્લોક બજાજ (સુરત) જીત્યા વિરુદ્ધ પ્રથમ મદલાની (બરોડા) 4-0 (11-6,11-4,11-7,11-7).
 
જુનિયર ગર્લ્સ (U-19) ફાઈનલ: 3-રિયા જાયસ્વાલ (ભાવનગર) જીત્યા વિરુદ્ધ 4-નામના જાયસ્વાલ (ભાવનગર) 4-2 (11-8,11-7,11-9,9-11,13-15,11-8); જુનિયર ગર્લ્સ 3/4 સ્થાન માટેની મેચનું પરિણામ: 8-મોબિની ચેટરજી (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ 2-અર્ની પરમાર (સુરત) 3-0 (11-4,11-9,11-3).
 
જુનિયર ગર્લ્સ (U-17) ફાઈનલ: 1-પ્રથા પવાર (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ 3-રિયા જાયસ્વાલ (ભાવનગર) 4-2 (11-4,8-11,8-11,13-11,11-7,11-9); જુનિયર ગર્લ્સ 3/4 સ્થાન માટેની મેચનું પરિણામ: 4-અર્ની પરમાર (સુરત) જીત્યા વિરુદ્ધ  2-નિધી પ્રજાપતિ (અમદાવાદ) 3-1 (11-7,11-7,9-11,12-10).
 
જુનિયર બોય્ઝ (U-17) ફાઈનલ: 1-શ્લોક બજાજ (સુરત) જીત્યા વિરુદ્ધ  3-અરમાન શેખ (અરવલ્લી) 4-1 (11-5,6-11,11-7,11-6,11-5); જુનિયર બોય્ઝ (U-17) 3/4 સ્થાન માટેની મેચનું પરિણામ: 2- આયુષ તન્ના (સુરત) જીત્યા વિરુદ્ધ 4- હિમાંશ દહિયા (અમદાવાદ) 3-1(14-12,11-9,10-12,11-9).
 
સબ-જુનિયર બોય્ઝ (U-15) ફાઈનલ: 1-આયુષ તન્ના (સુરત) જીત્યા વિરુદ્ધ 2- હિમાંશ દહિયા (અમદાવાદ) 4-2 (3-11,11-6,9-11,11-6,11-4,11-7); સબ-જુનિયર બોય્ઝ- 3/4 સ્થાન માટેની મેચનું પરિણામ: જન્મેજય પટેલને આર્ય કટારિયાએ વોકઓવર આપી.
 
સબ-જુનિયર ગર્લ્સ (U-15) ફાઈનલ: 1-પ્રથા પવાર (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ 7- નિધિ પ્રજાપતિ (અમદાવાદ) 4-2 (13-11,12-10,6-11,11-6,5-11,11-4); સબ-જુનિયર ગર્લ્સ 3/4 સ્થાન માટેની મેચનું પરિણામ:  3-મોબિની ચેટરજી (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ 5-સનાયા અચ્છા (સુરત) 3-0 (11-6,11-3,11-3).
 
કેડેટ બોય્ઝ (U-13) ફાઈનલ2-માલવ પંચાલ (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ 1-સમર્થ શેખાવત (સુરત) 4-3 (7-11,8-11,11-6,15-13,11-13,13-11,14-12); કેડેટ બોય્ઝ –3/4 સ્થાન માટેની મેચનું પરિણામ: 4-વિહાન તિવારી (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ 3-માનવ મેહતા (સુરત) 3-0 (11-7,11-8,12-10).
 
કેડેટ ગર્લ્સ (U-13) ફાઈનલ: 2-જિયા ત્રિવેદી (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ 1-મોબિની ચેટરજી (અમદાવાદ) 4-3 (11-6,11-4,11-9,9-11,3-11,7-11,11-9).
 
હોપ્સ બોય્ઝ (U-11) ફાઈનલ1-હૃદાન પટેલ (સુરત) જીત્યા વિરુદ્ધ 3-ક્રિષ્નવ ગુપ્તા (સુરત) 4-0 (11-7,11-4,11-5,11-8); હોપ્સ બોય્ઝ 3/4 સ્થાન માટેની મેચનું પરિણામ: 2- તક્ષ શાહ (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ 4- અનય બછાવત (સુરત) 3-0 (11-5,11-8,11-7).
 
હોપ્સ ગર્લ્સ (U-11) ફાઈનલ2-દાનિયા ગોડિલ (સુરત) જીત્યા વિરુદ્ધ 1- ખ્વાહિશ લોટિયા (અમદાવાદ) 4-0 (11-5,11-8,14-12,11-8); હોપ્સ ગર્લ્સ- 3/4 સ્થાન માટેની મેચનું પરિણામ: 3-ફિઝા પવાર (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ 4-વિન્સી તન્ના (સુરત) 3-0 (11-8,11-2,11-5).

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button