એજ્યુકેશન
એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલસનું પરિણામ 95.28 %
ધોરણ-૧૦ ના ઝળહળતા પરિણામ સાથે એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સના વિધાર્થીઓ સમગ્ર સુરતમાં છવાયા. A1 ગ્રેડમાં 38 વિધાર્થીઓ . A2 ગ્રેડમાં 218 વિધાર્થીઓ ,B1 ગ્રેડમાં 228 વિધાર્થીઓ P2 ગ્રેડમાં 164 વિધાર્થીઓ એ ખૂબ જ ગૌરવપૂર્ણ પરિણામ મેળવીને સુરત શહેરમાં ગ્રુપ ઓફ સ્કૂલ્સની શાળાઓનું નામ રોશન કર્યું છે. એલ,પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલસનું પરિણામ 95.28 % આવ્યું છે.
વિધાર્થીઓએ કરેલ કઠીન પરિશ્રમ અનુભવી શિક્ષકોની મહેનત અને માર્ગદર્શન તેમજ વાલીમિત્રોના સરાહનીય સહકાર દ્વારા વિધાર્થીઓએ શાશ્વત કર્યું છે કે “ધીરજ ધરી શકે તે ધાર્યું કરી શકે” શાળાના ચેરમેન માવજીભાઈ સવાણી અને વાઈસ ચેરમેન શ્રી ધર્મેન્દ્ર સવાણી શાળાના આચાર્યશ્રી તેમજ દરેક શિક્ષકમિત્રો અને સમગ્ર શાળા પરિવારે વિધાર્થીઓએ મેળવેલી સફળતા માટે ઉચ્ચ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવ્યા છે.