બિઝનેસ

સેમસંગ દ્વારા સ્માર્ટથિંગ્સ પાવર્ડ ‘કસ્ટમાઈઝ્ડ કૂલિંગ’ રજૂ કરાયું: ઈન્ટેલિજન્ટ, ઓટોમેશન, સુધારિત ઊર્જા કાર્યક્ષમતા અને આરામદાયક નિદ્રા વાતાવરણ પ્રદાન કરે છે

ગુરુગ્રામ, ભારત, : સમરની અનિદ્રાયુક્ત રાત્રિઓનો સંઘર્ષ આખરે પૂરો થયો છે. ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેના નવીનતમ ઈનોવેશન ‘કસ્ટમાઈઝ્ડ કૂલિંગ’ સાથે હોમ કૂલિંગમાં નવો દાખલો બેસાડવામાં આવ્યો છે. આ અનોખું ફીચર સેમસંગના સ્માર્ટ એર કંડિશનર્સને ડબ્લ્યુડબ્લ્યુએસટી (વર્કસ વિથ સ્માર્ટથિંગ્સ) સર્ટિફાઈડ ફેન્સ અને સ્વિચીસ સાથે સિન્ક્રોનાઈઝ કરીને ઊર્જા કાર્યક્ષમતા મહત્તમ બનાવીને બેસુમાર આરામ પ્રદાન કરે છે.

આપણે સવારે ઊઠીએ ત્યારે થાકેલા કેમ મહેસૂસ થાય છે? નિદ્રા અને કૂલિંગ પાછળનું વિજ્ઞાન

ભારતની વીજળીની માગણી વાર્ષિક 6-7 ટકાથી વધી રહી છે, જે ઉનાળાના મહિનાઓમાં એર કંડિશનર્સના વધુ ઉપયોગથી પ્રેરિત હોય છે (IEA Report). આમ છતાં ઘણા બધા પરિવારો આરામ માટે હજુ પણ એર કંડિશનર્સ અને પંખાઓ પર આધાર રાખે છે.

વાસ્તવમાં સેમસંગના ગ્રાહક અનુભવ અધ્યયનમાં એવું બહાર આવ્યું છે કે મોટા ભાગના ભારતીય ઘરોમાં કમસેકમ ત્રણ પંખા હોય છે, જે રોજના જીવનમાં આ ડિવાઈસીસ દ્વારા ભજવવામાં આવતી મહત્ત્વની ભૂમિકા આલેખિત કરે છે. ઉપરાંત 50 ટકા ભારતીય ગ્રાહકો બંને સાગમટે ઉપયોગ કરે છે, જેથી રૂમ વધુ પડતો ઠંડો થવા પર એસી બંધ કરીને રાતભર સેટિંગ્સનું વારંવાર સમાયોજન કરે છે અથવા રૂમ ગરમ થવા પર ફરી એસી ચાલુ કરે છે.

આ સતત સમાયોજનને કારણે નિદ્રામાં અવરોધ પેદા થવા સાથે ઊર્જાનો ઉપભોગ પણ ઉચ્ચ થાય છે અને અસ્વસ્થતા પેદા થાય છે. આ પડકારોને ધ્યાનમાં લેતાં સેમસંગદ્વારા ‘કસ્ટમાઈઝ્ડ કૂલિંગ’ રજૂ કરવામાં આવ્યું છે, જે એર કંડિશનર્સની 2025 બીસ્પોક એઆઈ રેન્જમાં સ્માર્ટથિંગ્સ- પાવર્ડ સમાધાન હોઈ રાતભર અને દિવસ દરમિયાન પણ એકધારી રીતે આરામદાયક તાપમાન આપોઆપ જાળવી રાખે છે અને મેન્યુઅલ સમાયોજન કરવાની પણ જરૂર રહેતી નથી.

આ સરળ ઈન્ટીગ્રેશન સેમસંગનાં સ્માર્ટ એસીને સ્માર્ટથિંગ્સ- સર્ટિફાઈડ પંખા અને સ્વિચીસ સાથે સિન્ક્રોનાઈઝ કરે છે, જેથી ઘટનાં વીજ બિલો સાથે બહેતર આરામની ખાતરી રાખે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button