સેમસંગનું સૌથી ભવ્ય ફેસ્ટિવ સેલનું ‘ફેબ ગ્રેબ ફેસ્ટ’
•ગેલેક્સી ટેબ્લેટ્સ, વોચીસ અને બડ્સના ચુનંદા મોડેલ્સ પર 74% સુધી છૂટ

National 25 સપ્ટેમ્બર, 2024: ભારતની સૌથી વિશાળ ક્ન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા 26મી સપ્ટેમ્બરથી આરંભ કરતાં તેના સૌથી મોટા ફેસ્ટિવ સેલ ‘ફેબ ગ્રેબ ફેસ્ટ’ની આજે ઘોષણા કરી હતી, જે ગેલેક્સી સ્માર્ટફોન્સ, ટેબ્લેટ્સ, લેપટોપ્સ, એસેસરીઝ, વેરેબલ્સ, સ્માર્ટ ટેલિવિઝન્સ, ડિજિટલ એપ્લાયન્સીસ અને સ્માર્ટ મોનિટર્સ પર આકર્ષક ડીલ્સ અને કેશબેક ઓફર કરશે. આ અગાઉ ક્યારેય નહીં તેવી ઓફરો Samsung.com, સેમસંગ શોપએપ અને સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે.
બાય મોર સેવ મોર
ફેસ્ટિવ સેલના હાર્દમાં બાય મોર, સેવ મોર રહેશે, જ્યાં ગ્રાહકો બે કે વધુ પ્રોડક્ટોની ખરીદી પર 5% સુધી વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ ઓફર Samsung.com અથવા સેમસંગ શોપ એપ થકી ખરીદી કરનારને ચુનંદાં સ્માર્ટફોન્સ, વેરેબલ્સ, સ્માર્ટ ટેલિવિઝન્સ અને ડિજિટલ એપ્લાયન્સીસ પર જ લાગુ રહેશે.
બાય મોર સેવ મોરના ભાગરૂપે ગ્રાહકો ગેલેક્સી Z ફોલ્ડ6 ખરી કરે તેને સર્વ અન્ય લાગુ ઓફરો ઉપરાંત ફક્ત રૂ. 1249માં ગેલેક્સી બડ્સ FE મળી શકશે. આ જ રીતે ગેલેક્સી બુક4 ખરીદી કરનારને ફક્ત રૂ. 1920માં FHD ફ્લેટ મોનિટર મળી શકશે. અન્ય ઘણી બધી પ્રોડક્ટો પર પણ કોઈ પણ વધારાના ખર્ચ વિનાની ઓફરો રહેશે, જેમ કે, કન્વેકશન માઈક્રોવેવ, જ્યાં ગ્રાહકો નિયો QLED 8K સ્માર્ટ ટેલિવિઝનની ખરીદી પર બીસ્પોક ફેમિલી હબ ફ્રિજ અને Q-સિમ્ફોની સાઉન્ડબાર મેળવી શકે છે.
સેમસંગની વધુ મૂલ્ય પ્રદાન કરવાની કટિબદ્ધતા ફેબ ગ્રેબ ફેસ્ટને અનોખું તારવે છે. કિંમતોમાં ડિસ્કાઉન્ટ્સ, બેન્ક કેશબેક ઓફર્સ અને એક્સચેન્જ ડીલ્સ ઉપરાંત ‘બાય મોર, સેવ મોર’ એ ખાતરી રાખે છે કે Samsung.comના ગ્રાહકો સ્માર્ટફોન્સ, એસેસરીઝ, સ્માર્ટ ટેલિવિઝન્સ અથવા ડિજિટલ એપ્લાયન્સીસની દરેક ખરીદી માટે થોડું વધારાનું મેળવી શકે છે.
ફેબ ગ્રેબ ફેસ્ટ ઉત્તમ કિંમત ઓફર કરવા સાથે સેમસંગની ભરોસાપાત્ર ડાયરેક્ટ-ટુ કન્ઝ્યુમર ચેનલો થકી બેજોડ મૂલ્ય પણ ઓફર કરે છે. વિશેષ ડીલ્સ સાથે ગ્રાહકો ગુણવત્તા, વિશ્વસનીયતા અને પ્રોડક્ટ ઉપલબ્ધતાની ખાતરી રાખી શકે છે.
ફેબ ગ્રેબ ફેસ્ટ દરમિયાન ગ્રાહકો ગેલેક્સી Z સિરીઝ, ગેલેક્સી S સિરીઝ અને ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન્સના ચુનંદ મોડેલો પર 53% સુધી છૂટ મેળવી શકે છે. ગેલેક્સી બુક4 સિરીઝ લેપટોપ્સના ચુનંદા મોડેલો 27% સુધી છૂટ પર ઉપલબ્ધ થઈ શકશે, જ્યારે ટેબ A9 અને ટેબ S9 સિરીઝ, બડ્સ3 સિરીઝ, ગેલેક્સી વોચ સિરીઝના ચુનંદા મોડેલો પર 74% સુધી છૂટ મળી શકશે.