સુરતની પી.પી.સવાણી વિદ્યાભવન, ઉમરાના 12 વિદ્યાર્થીએ A1 અને 08 વિદ્યાર્થીએ A2 ગ્રેડ સાથે મોખરે
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2021-22 માં લેવામાં આવેલ એસ.એસ.સી.ની પરીક્ષામાં સુરતની પી.પી.સવાણી સ્કૂલ, ઉમરા નું 100 ટકા ઝળહળતું પરિણામ આવ્યું છે.જેમાં શાળા કક્ષાએ પ્રથમ સ્થાને પટેલ ફલક જયેશભાઈએ 97.67% સાથે પ્રાપ્ત કર્યું છે
04 વિદ્યાર્થીઑ ગણિત વિષયમાં, 02 વિદ્યાર્થીઑ સામાજિક વિજ્ઞાન વિષયમાં, 01 વિદ્યાર્થી સંસ્કૃત વિષયમાં 100 માથી 100 માર્ક લાવી શાળાને ગૌરવ અપાવ્યું છે. આ સાથે સ્કૂલના મેનેજમેન્ટ ના પૂજ્ય બાપુજી, મહેશભાઈ સવાણી, મિતુલભાઈ સવાણી, આચાર્યાશ્રી પૂર્વિકામેમ, તથા શિક્ષકગણ વિદ્યાર્થીઑના વાલીશ્રીઑ ને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા. સચોટ માર્ગદર્શન હેઠળ આચાર્ય દ્વારા અમલીકરણ, શિક્ષકોના અથાગ પ્રયત્નો, શૈક્ષણિક પ્રયુક્તિઓ, વિદ્યાર્થીઓની મહેનત અને નિયમિત હાજરી ઉપરાંત વાલીઓનો સહકાર ઉજ્વળ પરિણામ ના પાયાથી જ રહેલ હતું .
A1 અને A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઑ માં કેટલાક વિદ્યાર્થી ઑ ના વાલીશ્રી ઑ નાના પાયાના ઉધ્યોગ અને મજૂરી કામ સાથે સંકળાયેલા છે. વિદ્યાર્થી ઑની અથાગ મેહનત અને શાળાનું માર્ગદર્શન વિદ્યાર્થીઑને આ શિખરસર કરવામાં ઉપયોગી બન્યું હતું.